જુના મોબાઇલ ફોન/લેપટોપનાં વિક્રેતાઓએ ખરીદનારનું નામ સરનામુ અને ઓળખ અંગે રજીસ્ટર નિભાવવુ ફરજિયાત

જુના મોબાઇલ ફોન/લેપટોપનાં વિક્રેતાઓએ ખરીદનારનું નામ સરનામુ અને ઓળખ અંગે રજીસ્ટર નિભાવવુ ફરજિયાત
જૂનાગઢ : રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ ચોરીનાં ગુન્હાઓનું પ્રમાણ વધ્યુ હોય, ગુન્હાગઓમાં વપરાયેલ અથવા વપરાય ગયેલ મોબાઇલ ફોનના ઇ.એમ.ઇ.આઇ.નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાવના મુળ સુધી પહોંચવાનાં પ્રયાસો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઇલ ફોનનાં વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં આવે ત્યારરે જાણવા મળે અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ/લેપટોપ ખરીદેલ છે. જે મોબાઇલ/લેપટોપ વેચનાર/ખરીદનારને ચોરાયેલ અથવા ગુન્હા માં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. જેથી ગુન્હાાઓની તપાસમાં કોઇ ફળદાયી હકીકત મળતી નથી. આરોપીને પકડી પાડવા તેમજ મોબાઇલ/લેપટોપ ચોરીના ગુન્હાઓને અટકાવી શકાય અને ગુન્હા ઓના મુળ સુધી પહોંચી શકાય તે માટે જુના મોબાઇલના વપરાશકારે મોબાઇલ કોની પાસેથી ખરીદ્યો અથવા કોને વેચ્યો તે જાણવુ જરૂરી છે. આથી જુના મોબાઇલ ફોન/લેપટોપનાં લે-વેચનો વ્યમવસાય કરતા વિક્રેતાઓએ મોબાઇલ/લેપટોપ લેતા અગાઉ મોબાઇલ/લેપટોપ વેંચનારનું નામ, સરનામુ નોંધવુ ફરજિયાત છે. જુના મોબાઇલ/લેપટોપ વેંચતા ખરીદતા અગાઉ નિયત રજીસ્ટમર નિભાવવુ જરૂરી છે. જૂનાગઢ જિલ્લાામાં મોબાઇલ ફોનનાં લેનાર અને વેચાણ કરનાર દુકાનધારકો/વેપારીઓએ ખરીદનાર કે વેંચનારની સાચી માહિતી અને વિગતો મળી રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.જી.પટેલને મળેલ સત્તાની રૂએ એક આદેશ જાહેર કરી મોબાઇલ ફોન/લેપટોપ લેનાર અને વેંચનારની વિગતો માટે ઓળખકાર્ડ વિના મોબાઇ ફોન/લેપટોપ લઇ કે વેંચી શકશે નહીં અને વેપારીઓએ મોબાઇલ/લેપટોપ કંપનની વિગત, આઇ.એમ.ઇ.આઇ. અને સિરીયલ નંબર, મોબાઇલ/લેપટોપ વેંચનાર કે ખરીદનારનું નામ-સરનામુ અને આઇ.ડી.પ્રુ.ની વિગત સાથે રજીસ્ટ ર નીભાવવાનું રહેશે.આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા.૦૨/૦૭/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહીતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300