નાના  અને સીમાંત ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના

નાના  અને સીમાંત ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
Spread the love

નાના  અને સીમાંત ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના: જુનાગઢ જિલ્લામાં 453 ખેડૂતોએ યોજનાનો લાભ લીધો

 

 લાભાર્થી ખેડૂતને ગોડાઉન બનાવવા માટે મળે છે રૂ.૭૫૦૦૦ ની સહાય

 

 સરકારની સહાયથી પાકને સાચવવાની સમસ્યા નથી થતી

    –   લાભાર્થી ધીરુભાઈ કાછડીયા

 

  સંકલન ક્રિષ્ના સીસોદિયા

જૂનાગઢ : નાના અને સીમાંત ખેડૂતો માટે રાજ્ય સરકારની પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર આ યોજના હેઠળ ખેડૂતને તેના ખેતરમાં ગોડાઉન બનાવવા માટે રૂપિયા  ૭૫૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.

જૂનાગઢ તાલુકાના વડાલ ગામના ધીરુભાઈ કાછડીયાએ સરકારશ્રીની સહાય થી  તેમના ખેતરમાં ગોડાઉન બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું અમારા જેવા નાના ખેડૂતો માટે સરકારની આ યોજના થી ઘણો ફાયદો થયો છે. ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી મળતા ૭૫ હજારની સહાયથી ખેતરમાં ગોડાઉન બનાવવાનું શક્ય બન્યું છે. તેમને જણાવ્યું હતું કે, ગોડાઉનમાં પાક સંગ્રહ, બિયારણ સંગ્રહ માટે ઉપયોગી બને છે. અગાઉ ગોડાઉન ન હોય ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

ધીરુભાઈએ વધુમાં જણાવ્યું હતું ગોડાઉન બની જતા ખેતપેદાશોની ગુણવત્તા જળવાવાની  સાથે જ યોગ્ય સમયે વેચાણ કરી શકવાથી ભાવ વધારો પણ મળ્યો છે. આ તકે ધીરુભાઈએ રાજ્ય સરકારશ્રીનો આભાર માન્યો હતો.

 

જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૪૫૩ ખેડૂતોને  રૂ.૩૩૯.૭૫ લાખની સહાય ચૂકવવામાં આવી

જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી શ્રી એન.બી. ચૈાહાણે જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩  માં ૪૦૫ સામાન્ય ખેડૂતોને રૂપિયા ૩૦૩.૭૫ ,અનુસૂચિત જાતિના ૯ ખેડૂતોને રૂપિયા ૬.૭૫ લાખ, અનુસૂચિત જાતિના ૩૯ ખેડૂતોને રૂપિયા ૨૯.૨૫ લાખની સહાય એમ મળીને કુલ ૩૩૯.૭૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૪૭૪ સામાન્ય ખેડૂતોને  રૂ. ૨૩૭ લાખ, અનુસૂચિત જનજાતિના ૨ ખેડૂતોને રૂ.૧ લાખ,અનુસૂચિત જાતિના ૨૨ ખેડૂતોને રૂપિયા ૧૧ લાખની સહાય એમ મળી કુલ ૨૪૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ખેતીમાં સહાય રૂપ થવા માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓની અમલવારી કરીને  ખેડૂતોની આવકમાં વધારો કરવાનો સરકારનો ઉદ્દેશ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!