મગનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૨૯ મે થી ગ્રામ પંચાયતમાં VCE થકી નોંધણી કરાવી શકાશે

Spread the love
  • જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ્ય કક્ષાએ  VCE – વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર મારફત નોંધણી કરાવવી

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ઉનાળુ સીઝન ૨૦૨૨-૨૩ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગની ખરીદી કરવામાં આવનાર છે. જે અન્વયે રૂ. ૭૭૫૫ પ્રતિ ક્વિન્ટલના ભાવે મગની ખરીદી કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડુતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર મારફત ગ્રામ પંચાયત ખાતે તા. ૨૯/૦૫/૨૦૨૩ થી કરવામાં આવશે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મગનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઈ – સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે તેવું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

 બળવંતસિંહ જાડેજા (માહિતી બ્યુરો, મોરબી)

Admin

Admin

9909969099
Right Click Disabled!