માજી સૈનિક તથા તેમના આશ્રીતોને સ્પર્શ પોર્ટલના માધ્યમ થકી મળતા પેન્શનનો કાર્યક્રમ
સાબરકાંઠા અને અરવલ્લી ના સર્વે સૈનિક પેન્શનરો પૂર્વ સૈનિક, સ્વ સૈનિકોના આશ્રિતોના સ્પર્શ પોર્ટલ ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તા. ૨૯ અને ૩૦ મે ૨૦૨૩ ના રોજ આર્મિ પબ્લિક સ્કૂલ, કેમ્પ હનુમાન શાહીબાગ અમદાવાદ ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક સુધી પી. સી. ડી.એ (પેન્શન) પ્રયાગરાજ અને તમામ રેકોર્ડ કચેરીના પ્રતિનિધી દ્વારા સ્પર્શ રક્ષા પેન્શન અદાલત નું આયોજન કરવામાં આવશે. જેથી તમામ પેન્શન મેળવતા પૂર્વ સૈનિકો/ સ્વ સૈનિકોના આશ્રિતોને જણાવવામાં આવે છે. કે જો તમારા સ્પર્શ પેન્શનને લગતા કોઈ પ્રશ્ન અથવા સમસ્યા હોય તો તેના નિરાકરણ વિશે જાણકારી આપવામાં આવશે. એમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી સાબરકાંઠા હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.