ઈ-વેસ્ટ કલેક્શન અભિયાનમાં સહયોગ આપનારને વળતરની સાથે એક છોડ પણ આપવામાં આવશે
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,પ્રાદેશિક કચેરી,ગાંધીનગર. ગીર ફાઉન્ડેશન,ગાંધીનગર,ઈ-કોલી વેસ્ટ પ્રાઇવેટ લીમીટેડ, અમદાવાદ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, પ્રેરિત નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર,ગાંધીનગર તથા ગાંધીનગરની જાગૃત સંસ્થાઓના સહયોગથી ઈ-વેસ્ટ કલેક્શન અભિયાનનું આયોજન ૪ થી જુન સુધી દર શનિવાર,રવિવાર દરમ્યાન સવારે ૧૧:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, બ્લોક નંબર-૬૧/૧,ઘ-ટાઈપ,સેક્ટર-૨૩,લગ્નવાડી ની બાજુમાં, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. જેમાં ખુબ સારો સહયોગ સાંપડી રહ્યો છે. આ અભિયાનમાં ગાંધીનગરની જાણીતી સંસ્થાઓ પણ યોગદાન આપી રહી છે.
ગાંધીનગર ના પર્યાવરણ પ્રેમી નાગરિકો ઈ-વેસ્ટ જમા કરાવવામાં બાકી રહી ગયા હોય તેઓ પોતાનો ઈ-વેસ્ટ તારીખ ૨૭,૨૮ મેં અને ૩,૪,જુન સુધી જમા કરાવી શકશે. પર્યાવરણ પ્રેમી નાગરિકો ને આ તક નો લાભ લેવા માટે નિસર્ગ સાયંસ સેન્ટર અને ઈ-કોલી વેસ્ટ મેનેજમેન્ટ આમંત્રણ પાઠવે છે. સરકારી ધારા ધોરણ મુજબ ઈ-વેસ્ટ જમા કરાવનારને વળતર અને પહોચ પણ આપવામાં આવશે.તેમજ પર્યાવરણની જાળવણી અને પ્રોત્સાહન માટે એક છોડ પ્રતિક રૂપે આપવામાં આવશે. વધુ વિગત માટે સંપર્ક: – 90999 24081, 70464 69000, 94266 35215