રાજકોટ મામલતદાર કચેરીઓમાંથી પણ નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ મેળવી શકાશે
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ તા. ૧ જૂન ૨૦૨૩ના રોજથી મામલતદાર પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દ્વારા મામલતદાર કચેરીમાંથી કાઢી આપવામાં આવશે. બહુમાળી ભવન, સેવા સદન – ૨ ખાતે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બિન અનામત વર્ગ, લધુમતી અને વિચરતી વિમુક્ત જાતિઓના પ્રમાણ પત્ર કાઢી આપવાની કામગીરી સુચારૂ રૂપે અગાઉની જેમ જ કાર્યરત રહેશે, તેમ જિલ્લા નાયબ નિયામક (વિકસતી જાતિ) જે.એ.બારોટની યાદીમાં જણાવાયું છે.
ગિરીશ ભરડવા (રાજકોટ)