ગટર,ખાળ, કુવાની સફાઈ દરમિયાન સફાઈ કામદાર કે મજૂરનું મૃત્યુ થાય તો રૂપિયા દસ લાખ ચૂકવવા કોર્ટનો આદેશ

ગટર,ખાળ, કુવાની સફાઈ દરમિયાન સફાઈ કામદાર કે મજૂરનું મૃત્યુ થાય તો રૂપિયા દસ લાખ ચૂકવવા કોર્ટનો આદેશ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવતા તમામ ખાનગી સોસાયટી ,રેસ્ટોરન્ટ,હોસ્પિટલ,પેઢીઓ,કારખાનેદારો,હોટેલ,સિનેમાઘરો,લગ્નવાડી,મોલ વગેરે જેવી સંસ્થાઓ કે વ્યક્તિગત દ્વારા ગટર ખાળ કુવાની સાફસફાઈ દરમિયાન ગેસ વળતર થી જો કોઈ પણ સફાઈ કામદાર મજૂરનું મૃત્યુ થાય તો રૂ.૧૦ લાખનું વળતર ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ ફરમાવ્યો છે.
ભારત સરકાર દ્વારા ધી પ્રોહીબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ ૨૦૧૩ ની કલમ ૭ અને ૯ ની જોગવાઈ મુજબ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા સીધી રીતે કોઈ પણ વ્યક્તિને કે સફાઈ કામદારને ગટર કે ખાળકુવાની સફાઈ કરવા જોખમી કામે રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ગટરની સફાઈની કામગીરી દરમિયાન જરૂરી સક્રિય કક્ષાના યાંત્રિક સાધનોની મદદથી ગટર સફાઈ કામગીરી કરાવવાની થાય છે.
તાજેતરમાં જ ગટર અને ખાટકો ની સફાઈ અર્થ હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાત રાજ્યમાં ગટર સફાઈની કામગીરી દરમિયાન ગેસ વળતર થી સફાઈ કામદારો/ મજૂરોના મૃત્યુના બનાવો વધુ બની રહ્યા છે. આવા અપમૃત્યુ અટકાવવા સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ સરકારી તેમજ પ્રાઇવેટ સેક્ટરો દ્વારા ગટર અને ખાળ કુવાની સફાઈ દરમિયાન સફાઈ કામદારો મજૂરોને તેમાં ઉતારવા મનાઈ કરવામાં આવી છે.
ઉપરાંત આ પ્રકારની કામગીરીને લઈને જો કોઈ વ્યક્તિને ગટર કે ખાળ કુવામાં ઉતારવાની ફરજ પાડવામાં આવશે તો તે ગેરકાયદેસર કૃત્ય ગણવામાં આવશે. આ કામગીરી સુરક્ષિત રીતે કરવા માટે સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે તે મુજબ સલામતી અને તકેદારીના ભાગરૂપે વિવિધ પ્રકારના સાધનો વિશે જણાવવામાં આવ્યું છે. છતાં પણ આ પ્રકારની કામગીરી દરમિયાન ગેસ વળતર થી સફાઈ કામદાર મજૂરનું મોત નીપજે તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રૂ.૧૦ લાખનું ચૂકવણું કરવા આદેશ કરવામાં આવ્યો છે. એમ જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300