જૂનાગઢના રમેશભાઈ ચૌહાણના પ્રશ્નનું રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નિવારણ

જનપ્રશ્નોના ઉકેલનું સશક્ત માધ્યમ એટલે સ્વાગત
જૂનાગઢના રમેશભાઈ ચૌહાણના પ્રશ્નનું રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નિવારણ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રૂબરૂ પ્રશ્ન સાંભળ્યો ગણતરીના દિવસોમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળની લોન મંજૂર
સ્વાગત કાર્યક્રમ લોકોપયોગિ છે: શ્રી રમેશભાઈ ચૌહાણ
જૂનાગઢ : સ્વાગત’ જનપ્રશ્નોના ઉકેલનું સશક્ત માધ્યમ બની ચૂક્યો છે, લોકોના જટિલ અને વહીવટીગૂંચ ધરાવતા પ્રશ્નોનું સ્વાગત કાર્યક્રમ થકી ઝડપભેર નિરાકરણ થઈ રહ્યું છે.
જૂનાગઢના એક એવા જ સ્વાગત કાર્યક્રમના લાભાર્થી છે રમેશભાઈ વાલજીભાઈ ચૌહાણ. જેમના એક પ્રશ્નોનું તાજેતરમાં અને આ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના કાર્યકાળમાં સ્વાગત કાર્યક્રમ થકી તેમના પ્રશ્નોનું નિવારણ થયું હતું.
રમેશભાઈ કહે છે કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન મંજૂરીનો પ્રશ્ન હતો. જે કોઈ કારણસર હાલ થઈ રહ્યો ન હતો. જેથી આ પ્રશ્ન રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મૂક્યો. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મારા પ્રશ્નોને રૂબરૂ સાંભળ્યો. સાથે જ પીએમ સ્વનિધિ યોજના હેઠળની લોન મંજૂર કરવા માટે જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા. જે અન્વયે મારી લોન મંજૂર થઈ ગઈ છે.
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ પણ અરજદારના પ્રશ્ન સંદર્ભે ત્વરિત નિરાકરણ લાવવા માટે સંબંધીતોને જરૂરી નિર્દેશ આપ્યા હતા.
રમેશભાઈની આ યોજનાકિયા લોનનો પ્રશ્ન તો હલ થઈ ગયો. આ સાથે તેઓ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જમીનના બાબતના પ્રશ્નોનું સુ:ખદ નિરાકરણ થયું હતું. તેને પણ તેમણે યાદ કર્યું હતું.
રમેશભાઈ જણાવે છે કે જમીનના બનાવટી દસ્તાવેજનો પ્રશ્ન હતો, જે તત્કાલીન મંત્રી શ્રી અશોક ભટ્ટે આ પ્રશ્નો સાંભળ્યો હતો. તેનું પણ આ પ્રશ્નની જેમ સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
સ્વાગત કાર્યક્રમ સંદર્ભે તેમને કહ્યું કે આ કાર્યક્રમ દ્વારા લોકપ્રશ્નોનું ઝડપભેર સમાધાન મળે છે. ખરેખર સ્વાગત કાર્યક્રમ ખૂબ લોકો ઉપયોગી છે તેમ જણાવતા તેમણે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્વાગત કાર્યક્રમના સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થયા છે
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300