સાંસદ રામભાઈ મોકરીયાના 66મા જન્મદિન નિમીતે ‘શ્રી રામ મારૂતી વન” નિર્માણ કરાયું

- મિયાવાકી પદ્ધતિથી ૨૧૦૦૦ વૃક્ષોનો ઉછેર કરાશે
રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાના ૬૬ માં જન્મદિન નિમીતે ૨૧૦૦૦ વૃક્ષો વાવીને ‘શ્રી રામ મારૂતી વન” નિર્માણ કરાયું. રાજયસભાના સાંસદ તથા બ્રહમસમાજ અગ્રણી મારૂતી કુરીયરવાળા રામભાઈ મોકરીયા અવારનવાર દર્દીનારાયણ–દરીદ્રનારાયણની સેવા, વૃક્ષારોપણ જેવા અનેકવિધ સેવાકીય કાર્યો કરતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદશ્રી રામભાઈ મોકરીયા પોતાના ૬૬ માં જન્મદિને સદભાવના વૃધ્ધાશ્રમની ટીમને સાથે રાખીને જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી ૨૧૦૦૦ વૃક્ષો પીંજરા સાથે વાવીને વૃક્ષોનો ઉછેર કરાશે. દેશી પ્રકૃતિના અને પશુ—પક્ષીઓને જેમાંથી ખોરાક મળી રહે તેવા વડ, પીપળો જેવા ૧૫૦ થી વધુ જાતના ગુજરાતમાં થતા તમામ વૃક્ષોનું વાવેતર વિદ્ધવાન બ્રાહમણો દ્વારા મંત્રોચ્ચાર કરીને વિધીવત રીતે રામભાઈ દ્વારા પીંજરા સાથે ૧૧ વૃક્ષો વાવીને સમાજને અર્પણ કરવામાં આવ્યા છે. મીયાવાકી જંગલ ‘શ્રી રામ મારૂતી વન”નું નામકરણ કરવામાં આવ્યું છે.
મીયાવાકી પધ્ધતિથી વૃક્ષો વાવવાથી પશુ-પક્ષીઓ માટેનો ૨૦૦ વર્ષ માટેનો સ્વતંત્ર ચબૂતરો બનશે એટલે કે તેમાંથી પશુ—પક્ષીઓને ખોરાક અને રહેઠાણ મળી શકશે. મિયાવાકી એક જાપાનીઝ પધ્ધતિ છે જેના દ્વારા વૃક્ષો ખૂબ ઝડપથી ગાડવામાં આવે છે. સામાન્ય રીતે જંગલ બનતા ૨૦૦ થી ૨૫૦ વર્ષનો સમય લાગે છે, પરંતુ મિયાવાકી ટેકનોલોજી દ્વારા ૨૫ થી ૩૦ વર્ષમાં આ ગાઢ જંગલ તૈયાર થઈ જશે. ભારતમાં તેલંગણામાં જંગલ બનાવવા માટે મિયાવાડી ટેકનીકનો ઉપયોગ થયો હતો. સૌરાષ્ટ્રમાં પણ સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા મીયાવાંકી જંગલનો પ્રોજેકટ ખૂબ મોટાપાયે પુરજોશમાં ચાલી રહયો છે.