કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં બેંકોની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેંકોની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
નાગરિકો માટેની બેન્કિંગ સેવાઓ કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેંકોની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
નાગરિકો માટેની બેન્કિંગ સેવાઓ વીમા યોજના સહિતની કામગીરીની સમીક્ષા કરાઈ
જૂનાગઢ : કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લાની જુદી -જુદી બેંકોના પ્રતિનિધિઓથી બનેલ જિલ્લા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ મળવાપાત્ર લોન સહાય ,બેન્કિંગ સેવાઓ સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જુદી -જુદી યોજનાઓ હેઠલની પેન્ડિંગ અરજીઓની વિગત મેળવી હતી. સાથે જ સંબંધીતો સાથે જરૂરી સંકલન સાધી તેનો સકારાત્મક ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં નાગરિકોને વીમા કવચ હેઠળ આવરી લેવા માટેની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની કામગીરીની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. જે અન્વયે જરૂરી અહેવાલ સુપ્રત કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર શ્રી પી. જી. પટેલ, લીડ બેંકના મેનેજર શ્રી પ્રશાંત ગોહિલ, નાબાર્ડના ડીડીએમ શ્રી કિરણકુમાર રાઉત, એફએમસી શ્રી દિલીપ છુગાણી સહિત જિલ્લાભરની રાષ્ટ્રીયકૃત સહકારી અને ખાનગી બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300