આજે હાલોલ ખાતે યોજાનાર નિરંકારી મહિલા સંત સંમ્મેલન
સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજની પ્રેરણાથી મહારાષ્ટના પરમ આદરનીય બહેન મનિષા ચચલાણીના પાવન સાનિધ્યમાં તા.૧૮-૦૬-૨૦૨૩ને રવિવારના રોજ વી.એમ. હાઇસ્કૂલ,ગોધરા રોડ,હાલોલ ખાતે સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ દરમ્યાન વિશાળ નિરંકારી મહિલા સંત સંમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચમહાલ,દાહોદ,મહીસાગર અને વડોદરાની બહેનો સહભાગી થઇ નિરંકારી સદગુરૂ માતાજીના દિવ્ય સંદેશને પ્રસ્તુત કરશે.આ કાર્યક્રમમાં સમ્મિલિત થઇ સંતવાણીનો રસાસ્વાદ લેવા હાલોલના સંયોજક શ્રી સતિષભાઇ પરમાર દ્વારા ભાવભીનું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.સત્સંગ બાદ તમામની ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
વિનોદભાઇ માછી નિરંકારી
પ્રેસ એન્ડ પબ્લિસિટી વિભાગ
સંત નિરંકારી મંડળ, ગોધરા.