ઉપલેટામાં કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘુસ્યા
- સો વિઘા જેટલા ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન
વિઓ:-રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હવામાન ખાતા દ્વારા કરાયેલ આગાહી પ્રમાણે બે થી ત્રણ દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ બે દિવસમાં પડેલ ભારે વરસાદ ને લઈ ખેરતોમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઉપલેટાના પોરબંદર રોડ સ્થિત જલારામ મંદિર પાસે આવેલ મોજ ડેમની મૂરખડાની કેનાલમાં પાણી આવતા કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘુસી જવા પામ્યા હતા.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ મોજ ડેમની કેનાલમાં તંત્ર દ્વારા ક્યારેય સાફ સફાઈ ન થયા હોવાથી કચરા ભરાઈ જતા કેનાલ બ્લોક થઈ હતી જેને લઈ કેનાલના પાણી અંદાજે સોએક વિઘામાં ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાની થઈ છે. હાલ ખેડૂતોએ પોતાના ખેતરોમાં કપાસ , મગફળી, એરંડા જેવા વાવેતર કરેલ હોય જે તમામ મોલમાં કેનાલના પાણી ફરી વળ્યાં છે. અને મોલ સદંતર નિષ્ફળ જવાનું જણાવાઈ રહ્યું છે.
અહેવાલ : વિપુલ ધામેચા (ઉપલેટા)