માણાવદર અનસુયા ગૌધામના સ્થાપકોનું ચુંદડી ઓઢાડી સન્માન કરતા કથાકાર જીજ્ઞાબેન ગોંડલીયા

Spread the love

જેમ પવન ફૂલોની સુગંધને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જાય છે તેમ માણાવદરના અનસુયા ગૌધામે સંસ્થાની ઉચ્ચકોટિની ગૌ સેવાની હવા છેક વિદેશની ધરતી સુધી પહોંચાડી છે આ ગૌધામની મુલાકાતે અત્યાર સુધીમાં અનેક સંતો- મહંતો- આચાર્યો અને અન્ય ગૌસેવકોઓ મુલાકાત લીધી છે અને સંસ્થાની સેવાને બે મોઢે બિરદાવી છે. જેના સંદર્ભમાં કથાકાર જીજ્ઞાબેન ગોંડલીયા આજરોજ વર્ષાઋતુ વચ્ચે પણ માણાવદરની ગૌ સંસ્થાની મુલાકાતે પોતાના સત્સંગીઓ સાથે આવ્યા હતા અને અહીંની વ્યવસ્થા તથા ગૌસેવા જોઇને રાજીપો વ્યક્ત કર્યો હતો અને ગૌ સેવા સંબંધિત વિસ્તૃત જાણકારી મેળવી હતી કથાકાર ગોંડલિયાએ ગાયોના સાનિધ્યમાં અહીં એક ગૌ કથા યોજાય એવી ઉમદા ભાવના સેવી હતી.

કથાકાર જીજ્ઞાબહેને સંસ્થાના સ્થાપક હિતેનભાઈ શેઠ તથા મેઘનાબેન શેઠનું માતાજીની ચુંદડી ઓઢાડીને સન્માન કર્યું હતું. ચૂંદડી એ માતાજીનું પ્રતીક છે અને ગાય એ માતાજી છે અને તેનો રખેવાળ ગોવાળ એ પોતાના અંશસ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાનને પણ સારસ્વત કલ્પમાં ગાયોને ચરાવવા જતા સમયે ખંભે કામળી નાખી હતી કામળી એ ચુંદડીનું જ પ્રતીક છે. ગાયોનો સેવક માતાજી કે ઈશ્વરનું સ્વરૂપ સમાન હોવાથી તેમનું સન્માન કેવળ ચુંદડી દ્વારા જ થઈ શકે આવી ઉમદા ભાવના કથાકાર વ્યક્ત કરી હતી. ચુંદડીએ લાજ મર્યાદા અને સૌભાગ્યનું પ્રતીક છે એટલે કથાકાર તેમને અખંડ સૌભાગ્યનું વરદાન પણ પરોક્ષ રીતે આપી દીધું છે એમ સમજાય છે. સંસ્થા તરફથી પણ સન્માનના પ્રતિસાદ રૂપે કથાકારનું સન્માન કરવામાં આવ્યું હતું. જો ક્યાંક ચુંદડી દ્વારા કોઈ વ્યક્તિનું સન્માન થયું હોય તો આ સન્માન અહીં જ થયું છે.

રિપોર્ટ : જીગ્નેશ પટેલ (માણાવદર)

Admin

Admin

9909969099
Right Click Disabled!