સમી તાલુકા નાં નાયકા ગામ ખાતે ભ્રષ્ટાચાર થયા હોવાની રાવ ઉઠી:

- ઘોડાજીરા પાક માં સરકાર તરફ થી આપવામાં આવતી સહાય થયેલા નુકશાન ની સર્વે ઓફિસ માં બેઠા બેઠા કર્યા હોવાની ખેડૂતો ની બૂમરાણ
- 20 થી વધુ ખેડૂતોનાં ખેતરમાં થયું નુકશાન : યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે: ખેડૂત
પાટણ જિલ્લા નાં સમી તાલુકાના નાયકા ગામ ખાતે ખાતે ભ્રષ્ટાચાર થયા હોવાની રાવ ઉઠી છે.નાયકા ગામ માં ખેડૂતોને ઘોડાજીરા પાક માં સરકાર તરફ થી આપવામાં આવતી સહાય થયેલા નુકશાન ની સર્વે ગ્રામ પંચાયત ઓફિસ માં બેઠા બેઠા કર્યા હોવાની ખેડૂતો ની બૂમરાણ ઉઠવા પામી છે. 20 થી વધુ ખેડૂતોનાં ખેતરમાં નુકશાન થયું હોવાની રાવ જેને લઈને નાયકા ગામનાં ખેડૂતો ની માંગણી છે કે યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે છે તેવું નાયકા ગામનાં ખેડૂતો કહી રહ્યા છે.
સમી તાલુકા નાં નાયકા ગામે મોટું કોભાંડ થયું હોવાની રાવ સામે નાયકા ગામે ગ્રામસેવક તથા સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની શંકાએ સેવાઈ રહી છે.જેને લઇને માહિતી માંગવા ગામનાં જાગૃત અરજદાર ઠાકોર ખોડાભાઇ બચુભાઈ એ આર ટી આઇ અરજી કરી માહિતી માંગવામાં આવી છે. નાયકા ગામના ખેડૂત ઠાકોર ખોડાજી બચુજી નાં ખેતરમાં ધોડાજીરા નો પાક કમોસમી વરસાદ નાં કારણે ખુબ નુકસાન થયું હતું. જેમાં ગામની અંદર ધોડાજીરા માં વીસ થી બાવીસ ખેડૂત ને નુકસાન થયેલ હોવાનું ખોડાજી એ જણાવ્યું હતું.
સરકારી ગ્રામસેવક અને સરપંચ દ્વારા દસ પંદર ખેતરમાં જઈને બાકી કામકાજ ગ્રામ પંચાયત ઓફિસમાં બેઠાં બેઠાં સર્વે કરેલ હોવાનો ખેડૂત દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સવૅ નંબર 386 જે ખોડાજી બચુજી નાં ખેતર નો છે જે આજે પણ બગડેલા નુકશાન થયેલ ધોડાજીરા નાં ડોકા ખેતર માં ઉભેલા છે. ગ્રામ પંચાયત ના સભ્ય ઠાકોર રસિકભાઈ લાધુભાઈ નાં જણાવ્યા મુજબ ગ્રામસેવક અને સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા વોડૅ નાં ખેડૂત ને વાત કરી ઓફિસમાં લઈને આવો અમે તમને જણાવીશું અહીં પંચાયત ઓફીસ બેઠા બેઠા સવૅ કામ થઈ જશે રૂબરૂ મળીને વાત કરીએ અને 106 જણનાં નામ આવેલ હોવાનું જણાવ્યું હતું.
જે આ સવૅ ઓફિસમાં જ બેઠા બેઠા કરેલ હોવાની રાવ ઉઠી છે. જેને લઇને ખેડૂત નું કહેવું છે કે તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે અને સાચાં ખેડૂત ને ન્યાય મળે જોવું રહ્યુ સુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી ખેડૂતો ને ન્યાય મળશે હાલતો ખેડૂતો નું કહેવું છે કે યોગ્ય તપાસ કરવામાં આવે અને ખેડૂતો ને ન્યાય મળે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પાણી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)