સાંતલપુરના રણમલપુરા ગામમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

સાંતલપુરના રણમલપુરા ગામમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
Spread the love
  • પોલીસે 21,000 હજાર નો મુદ્દામાલ કબજે કર્યો

પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામે શનિવારે રાત્રે રહેણાંક ઘરની આગળ ખુલ્લામાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.જોકે પોલીસને જોઇ જુગારીઓમાં દોડધામ મચી હતી.પોલીસે રૂ 21700નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાંતલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

દરમ્યાન મળેલી અંગત બાતમીના આધારે રણમલપુરા ગામે રેડ કરતા પાંચ શકુનીઓ રોકડા 21700 સાથે ઝડપાઈ ગયા હતાં. પોલીસને જોઇ જુગારીઓમાં દોડધામ મચી હતી. પોલીસે આ તમામ જુગારીઓની સામે જુગારધારાની કલમ ધારા મુજબ ગુનો નોંધ્યો હતો. જ્યારે આ જુગારીની વધુ પુછપરછ મહિલા એએસઆઇ ભાવનાબેન ચૌધરીએ કરી હતી.

ઝડપાયેલા શખ્સો…..
1.  ચિરાગભાઈ વિનુભાઈ મોલીયા પટેલ રહે. સાંતલપુર
2.  ઇકબાલભાઇ સધીકભાઈ રાજા રે.રાજાનગર સાંતલપુર
3.  મહેન્દ્રભાઈ જગાભાઈ વાઘેલા રહે. રણમલપુરા
4.  ઈસબખાન અનવરખાન રાજા રહે. રાજુસરાતા.સાંતલપુર
5.  નગાભાઈ મોમાયાભાઈ આયર રહે. બરારા તા.સાંતલપુર

રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)

IMG-20230626-WA0028.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!