રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ભવ્ય પંખીઘરનું લોકાર્પણ

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડ ખાતે ચકલી ઘર પંખી ઘર લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. શ્રી ઇન્દ્રમાણા અમિઝરા વાસુ પૂજય જીવરક્ષા અભિયાન આયોજિત ગામેગામ પંખી ઘર અને ચબૂતરા અંતર્ગત રાધનપુર ખાતે આવેલ. APMC માર્કેટ યાર્ડ ખાતે ભવ્ય પંખી ઘર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જે લોકાર્પણ પ્રસંગે એપીએમસીનાં તમામ હોદ્દેદારો ચેરમેન ડિરેક્ટરો અને માર્કેટ યાર્ડ ની બોડી સહિત રાધનપુર ગંજ બજાર નાં વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.તથા દાતાઓ ની ઉપસ્થિત માં રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ માં ભવ્ય ચકલી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)