આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે બાપાના હજારો ભાવિક ભક્તજનો બગદાણા ધામ પહોંચ્યા

સદગુરુ બજરંગદાસ બાપાના ગુરૂઆશ્રમ બગદાણા ધામ ખાતે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે બાપાના હજારો ભાવિક ભક્તજનો બગદાણા ધામ પહોંચ્યા હતા.
ગુરુપૂર્ણિમાના મહાત્મય પૂર્ણ આ અવસરે પ્રતિવર્ષની જેમ આગલા દિવસથી જ પદયાત્રીઓ સહિત સૌ યાત્રાળુ જનો બગદાણા ધામે પહોંચતા માનવ મહેરામણ મોટી સંખ્યામાં એકત્ર થયું હતું.
ગત રાત્રિ દરમિયાન સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી લાઈટથી રોશની શણગારવામાં આવ્યું હતું. આ પવિત્ર તહેવારે દર વર્ષની જેમ ગુરુઆશ્રમ બગદાણાના મંદિર પરિસરમાં વહેલી સવારના પાંચ કલાકે મંગલા આરતીથી ગુરુ પુનમની ઉજવણી શરૂ થઈ હતી. તેમાં ધજા પૂજન અને ધજારોહાણ વખતે બાપાસીતારામના જયનાદ સાથે ભાવવિભોર સૌ ભક્તજનો સામેલ થયા હતા. બાદમાં યોજાયેલા મહાત્મય પૂર્ણ શ્રીગુરુપૂજનમાં ટ્રસ્ટી મંડળ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ વેળાએ ગુરુ આશ્રમના મનજીદાદાએ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું.
રસોડા વિભાગમાં બંને ભોજન શાળામાં બહેનો તથા ભાઈઓ માટે અલગ અલગ ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સૌએ પંગતમાં બેસીને પ્રસાદ લીધો હતો.
રામ,રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા હજારો સ્વયંસેવક ભાઈઓ અને બહેનોએ સતત ખડે પગે સેવા બજાવી હતી.
સૌ સ્વયંસેવકોએ રસોડા વિભાગ તેમજ અન્ય અલગ અલગ સમિતિ અને વિભાગોમાં નમૂનેદાર સેવા પૂરી પાડી હતી.
આ મહોત્સવમાં સમગ્ર સરકારી તંત્ર નો સહયોગ રહ્યો હતો. તેમજ પોલીસ હોમગાર્ડ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. ગુરુ પૂર્ણિમા મહોત્સવ આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણ વચ્ચે ભક્તિ ભાવ ભર્યા માહોલમાં સંપન્ન થયો હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300