ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ
Spread the love

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં મહામંત્રીના પદ માટે બાળ સંસદની લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી.

આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓ જ ચૂટણી કમિશ્નર,પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફ, બી.એલ.ઓ.,મતદાર એજન્ટ, મહિલા પોલીસ અને પટ્ટવાળાની ભૂમિકા આદા કરી હતી .

 

સૌ પ્રથમ મહામંત્રી બનવા માટે પાંચ ઉમેદવારોએ વિધિવત ઉમેદવારી પત્ર ભરી શાળાના ચૂંટણી કમિશનરને રજૂ કર્યા હતા તથા શાળાના તમામ બાળકોએ આધાર કાર્ડ સાથે રાખી ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરવાનો લાભ લીધો હતો. ઈ.વી.એમ.ની મોબાઈલ એપ દ્વારા ભારતીય ચૂંટણી પંચની જેમ જ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટના ઉપયોગ દ્વારા બાળકોએ ગુપ્ત રીતે મતદાન કર્યુ હતુ.

ચૂંટણી કમિશનરશ્રી જાદવ હાર્દિકભાઈની દેખરેખ નીચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કોશિયાણી સચિન પ્રવીણભાઈ વિજેતા જાહેર થયા હતા ચૂંટણીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!