બાબરા : ડો.કલામ શાળા ફરતી કંપાઉંડ દીવાલ બનાવવા માંગ
બાબરા શહેર પછાત વિસ્તાર માં આવેલી ડો.કલામ શાળા ફરતી કંપાઉંડ દીવાલ બનાવવા માંગ
શાળા નજીક ગંદકી અને સફાઈ નો અભાવ પાલિકા તંત્ર મૌન
વિદ્યાર્થી બાળકો માં મચ્છર જન્ય રોગો નો ફેલાવો વધી રહ્યો છે વાલી વર્તુળ માં ચિંતા ની લાગણી
બાબરા તા.૮ દિપક કનૈયા
બાબરા ના અતિ પછાત અને મધ્યમ વર્ગીય શ્રમિક વિસ્તાર ગણાતા નગરપાલિકા વોર્ડ નંબર ૩ માં આવેલી ડો.કલામ સાહેબ સરકારી પ્રાથમિક શાળા માં સાફ સફાઈ સહિત કમ્પાઉન્ડ વોલ દીવાલ ના અભાવે વિદ્યાર્થી ભુલકા માટે વાલી વર્તુળ ચિંતિત બન્યું છે
જાણવા મળતી વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા લાખો ના ખર્ચે અહીં પ્રાથમિક શાળા ઉભી કરવા માં આવી છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટા ભાગે ગરીબ અને શ્રમિક પરિવાર ના જણાય આવે છે શાળા ફરતી વિદ્યાર્થી સેફટી અને શાળા બિલ્ડીંગ માટે કમ્પાઉન્ડ દિવાલ નહિ બનવા થી અનેક યાતના નો સામનો વિદ્યાર્થી કરી રહ્યા છે
શાળા આજુબાજુ સાફ સફાઈ અંગે નગરપાલિકા નિયમિતતા નહિ જાળવતી હોવાની બુંમ સાથે શાળા બાળકો માં હાલ મચ્છર જન્ય પાણી જન્ય રોગો વર્તાઈ રહ્યા છે
વળી કમ્પાઉન્ડ વોલ નહિ હોવાથી સતત પવન અને સહિત વિવિધ ઋતુ જન્ય રોગો પ્રસરતા હોવાની ફરિયાદ ઉઠી છે
વિદ્યાર્થી બાળકો ના ભવિષ્ય અંગે તાત્કાલિક અસર થી બાબરા નગરપાલિકા સફાઈ મુદ્દે યોગ્ય કરી અને આ વિસ્તાર માં ફોગીંગ મશીન મારફત જંતુનાશક દવા છંટકાવ સાથે બાળકો ની આરોગ્ય તપાસ હાથ ધરવા માં આવે તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ તાત્કાલિક અસર થી સર્વે હાથ ધરી શાળા કમ્પાઉન્ડ દીવાલ બનાવવા આગળ આવે તેવી માંગ ઉઠી રહી છે
રિપોર્ટ દિપક કનૈયા બાબરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300