સોનાના સિક્કા

સોનાના સિક્કા
Spread the love

સ્વામિનારાયણ ભગવાન એકવાર ગઢપુરમાં સભા ભરીને બેઠા હતા. પછી તૃષ્ણની ભયંકરતા જણાવતા શ્રીહરી કહે, હે ભક્તો !! એક પરોપકારી રાજા હતા.તે હંમેશા પોતાની પ્રજાનું હિત ઇચ્છતા હતા. કોઈને દુઃખીઓ દેખી અતિ દયાળુ બનતા. બીજાના દુઃખને પોતાનું દુઃખ માની તે સુખી થાય એમ જ કરતા હતા. પ્રજાવત્સલ આ રાજા પાડોશી રાજા સાથે પણ સારા સંબંધ રાખતા. સંતોષી, પરોપકારી, દયાળુ અને ઉદાર દિલના રાજાથી સૌને સંતોષ હતો. આ રાજાનો 50મો જન્મદિવસ હતો.તે દિવસે તેણે સવારમાં પ્રભુની પૂજા કરી. પછી નક્કી કર્યું કે, આજે મારે કોઈ એક ગરીબને પૂર્ણ સંતોષ પમાડવો. પછી રાજા મિત્ર મંડળ સાથે બગીચામાં ફરવા ગયા. ત્યાં તેની નજરે એક ગરીબ ભિખારી ભીખ માગતો દેખાયો. રાજાએ તેને પાસે બોલાવી કીમતી સોના મોરા આપી. ભિખારી આનંદ પામી સોનામોરને ઉછાળતો ચાલ્યો જતો. ત્યાં રસ્તાના કાંઠે ગટરમાં આ સિક્કો પડી ગયો. તેથી ભિખારી ગટરના નાળામાં હાથ નાખી સિક્કો શોધવા લાગ્યો.

રાજાને આ જોઈને દયા આવી. તેણે ભિખારીને બોલાવી બીજી ૫ સોનામોર આપી. ભિખારી તે લઈને ચાલતો થયો અને પ્રથમ સોનામોર ખોવાઈ હતી તે સ્થાને આવી ગટરના નાળામાં તે ગોતવા લાગ્યો. રાજાને આ દ્રશ્ય જોઈને નવાઈ લાગી. તેને ફરીથી બોલાવ્યો. 10 ચાંદીના સિક્કા આપ્યા. તે લઈને ભિખારી ગયો અને પુનઃ નાળમાં પડી ગયેલો સિક્કો શોધવા લાગ્યો. એટલે રાજાએ ચોથી વાર બોલાવી પુષ્કળ દ્રવ્ય વગેરે આપ્યું અને કહ્યું હવે તો સંતુષ્ટ થયો ને!!ત્યારે ભિખારી કહે, જ્યાં સુધી આ ગટરમાં પડી ગયેલો સિક્કો નહીં મળે ત્યાં સુધી મને સંતોષ નહીં થાય. રાજા આ સાંભળી આશ્ચર્ય પામ્યો. આ રાજા એટલે રાજાધિરાજ ભગવાન છે અને ભિખારી તે આપણે જીવ છીએ*. ભગવાનને કૃપા કરી કરોડો રૂપિયા દેતા પણ ન મળે એવું દેવ દુર્લભ મનુષ્ય શરીર આપ્યું. આજના વિજ્ઞાનિક મુજબ શોધ મુજબ માત્ર એક સેકન્ડ બોલવું હોય તો પાંચ લાખ રૂપિયા થાય એવી વાચા આપી. કરોડોની કિંમતે પણ ન મળે એવી મન, બુદ્ધિ આપી. છતાં આપણે ભિખારીની જેમ ગંધાતી ગટર જેવા સંસારના સુખ જ ઈચ્છીએ છીએ.

સંસારના સુખ તો પ્રત્યેક યુનિમાં મળે છે. માણસ કરતા પશુઓને પુત્રાદિકનું સુખ વધારે હોય છે અને દુઃખ ઓછું હોય છે. પરંતુ આપણી સાંસારિક સુખની આશક્તિ જ આપણને જન્મો જનમથી જન્મમરણના ચક્રમાં ગોથા ખવડાવે છે. જેને ભગવાનને પામવું હોય તેણે સંસારી સુખ છોડવું પડે.આપણા હૃદયમાં એક સાથે ભગવાનનું સુખ અને સંસારનું સુખ નથી રહી શકતા; ભગવત પ્રેમ અને સાંસારિક પ્રેમ નથી ટકી શકતા, ભગવત નિષ્ઠા અને દેહનિષ્ઠા નથી રહી શકતા; એકના ભોગે જ એક મળે છે. નાશવંતની ઈચ્છા મુકશો તો જ અવિનાશીની પ્રાપ્તિ થશે. નાશવંત ગમે તેટલું ભેળું કરશો તો પણ ટકશે નહીં અને અવિનાશી એકવાર મળશે પછી ક્યારેય ટળશે નહીં. માટે તૃષ્ણનો ત્યાગ કરી ભગવાન ભજી લે એ જ ડાયો છે. આ લોકમાં તો લાખોપતિને કરોડપતિ થવું છે, કરોડો પતિને અબજોપતિ થવું છે, પૈસાનું પૂરું નહીં, ડાપણમાં અધૂરું નહીં; માટે ભગવાન ભજી આત્મક કલ્યાણ કરી લે એ જ ડાયો: બીજા બધા મૂર્ખ છે.

🌹🙏 જય સ્વામિનારાયણ 🙏🌹

-ગાંધીનગર-20230715_115546.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!