રાધનપુર: બેન્ક ઓફ ઇન્ડિયા મસ મોટું કૌભાંડ થયું હોવાની રાવ…!

- બેન્ક ઓફ ઇન્ડિયા બેંકના કર્મચારીઓ નની મીલીભગત થી કૌભાંડ થયું હોવાની રાવ ઉઠી
- પશુ પાલન યોજનામાં વ્યક્તિ દીઠ રૂ.૩૦.૦૦૦ લઈ લોન કરી આપી : ગ્રાહક
પાટણ જિલ્લા નાં રાધનપુર શેરગઢી વિસ્તારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયા સાખામાં મસ મોટું કૌભાંડ થયું હોવાની રાવ ઉઠી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અનેક પ્રયાસ કરતી હોય છે.ખેડૂતો અને પશુ પાલન વ્યવ્યાસાય સાથે સંકળાયેલ લોકોને મદદ રૂપ થવા માટે સરકાર અનેક યોજના હેઠળ મદદ રૂપ થવા માંગતી હોય છે. પરંતુ ક્યાંક ને અમુક ભ્રસ્ટ સરકારી કર્મચારી એમના સ્વાર્થ માટે ખેડૂતો તેમજ પશુ પાલન કરી ગુજરાન ચલાવતા લોકો સાથે છેતર પીડી કરી યોજનાનો લાભ તો આપે છે. પરંતુ પચાસ ટકા જેટલું કમિશન લઈ લોન આપતા ખડભળાટ મચી જવા પામ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં મોટું કૌભાંડ થયું હોવાની વિગતો સામે આવી છે થોડા સમય અગાઉ જ બેંક ઓફ ઈન્ડિયા ની સાખામાં થી એક યોજના જાહેર કરવામાં આવી હતી તેમાં પશુ પાલકો ને ૧.૫૦.લાખ વ્યક્તિ દીઠ રામ ભરોસે લોન આપવામાં આવી હતી.
બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા રમેશભાઈ તેમજ અશોકભાઈ તેમજ ઈશ્વરભાઈ તેમજ અન્ય કર્મચારી દ્વારા ગ્રાહકો પાસેથી લોન કરી આપવામાં એડવાન્સ પેમેન્ટ તેમજ લોન થયી ગયા પસી ગ્રાહકો પાસે થી ૩૦.૦૦૦ જેટલી રકમ લેવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે તેમજ થોડા સમય અગાઉ બદલી થયેલ બેંક મેનેજર ની મીલીભગત થી લોન આપવામાં આવી હતી તેમાં લોન લેનાર ને કોય જાણ કરવામાં આવી કે ક્યારે લોન ભરવાની અને કેટલું વ્યાજ ભરવાનું રહેશે તેવી લોન લેનારને કોય બાબત જણાવી ના હતી ને ત્યારે હવે બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન લેનાર ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મૂક્યા છે ત્યારે ગયી કાલે સોસાઇલ મોડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો તેમાં રોજ બેંક ઓફ ઈન્ડિયા માં રાધનપુર વિસ્તારના ગ્રાહકો ને બોલાવવા માં આવ્યા હતા અને ત્યાર બાદ આજ રોજ મિટિંગ કેન્સલ કરી સોમવાર ના રોજ મિટિંગ રાખેલ છે તેવી વિગતો સામે આવી છે
ત્યારે આ બાબતે બેંક ઓફ ઈન્ડીયા બેંકમાં થી લોન લેનાર રાધનપુર વિસ્તારના યુવકે જણાવાયું હતું કે મને જાણવા મળેલ કે બેંક ઓફ ઈન્ડિયા બેંકમાં કોય પણ પુરાવા વગર લોન આપે છે ત્યારે મે પણ લોન લીધેલ અને મને ૧.૪૦ લાખની લોન કરી આપેલ એમાંથી મને ૧.૧૦ લાખ જેટલી રકમ મળેલ અને બીજી રકમ ૨૦.૦૦ જેટલી બેંક ઓફ ઈન્ડીયાના કર્મચારી અશોક તેમજ રમેશ ભાઈ દ્વારા લઈ લીધેલ અને ૧૦.૦૦૦ બેન્ક મેનેજર તેમજ ખોટા દૂધ ભરાવતા હોવાના દસ્તાવજો ઊભા કરી લોન કરી કરોડો રૂપિયા નું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમજ રાધનપુર વિસ્તારના ગામડે – ગામડે અંદાજિત એક કરોડ રૂપિયા જેટલી રકમની લોન આપી છે ત્યારે રાધનપુર તાલુકા ના અનેક ગામડામાં લોન આપવામાં આવી છે ત્યારે કરોડો રૂપિયા લોન આપવામાં આવી છે ઉપલી સાખામાંથી તપાસ થાય તો કરોડો રૂપિયા નું કૌભાંડ સામે આવી સકે તેમ છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)