સિધ્ધપુર : કોગ્રેસ ઉમેદવાર સાથે કાયૅકરો ની વિશાળ બાઈક રેલી યોજાઈ

પાટણના સિદ્ધપુર ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચાર અર્થે બુધવારે ભવ્ય બાઈક રેલી યોજાઇ હતી. લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોર સાથે મોટી સંખ્યામાં સિદ્ધપુર વિભાગના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા અને પંજાને મત આપવા માટે લોકોને અપીલ કરી હતી.પાટણ લોકસભા બેઠકની ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રચાર કાર્ય વેગવંતુ બન્યું છે. કોંગ્રેસનો ઉમેદવાર ચંદનજી ઠાકોર મતવિસ્તારના ગામે ગામ ફરી આ વખતે પંજા ને મત આપી વિજેતા બનાવવા મતદારોને અપીલ કરી છે જેનો મતદારો તરફથી હકારાત્મક પ્રતિસાદ અને ભવ્ય આવકાર મળ્યો છે લોકોએ ચંદનજી ઠાકોર ને વિજેતા બનાવવા ઉત્સાહ અને ઉમળકો દર્શાવ્યો છે જેથી આ વખતની પાટણ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ મજબૂત ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં ઉભી થઈ છે અને મતદારોમાં પણ પરિવર્તનની લહેર જોવા મળી રહી છે.
લોકસભા મતવિસ્તારના પ્રચાર જંગમાં કોંગ્રેસનું પલ્લું હાલમાં ભારે જોવા મળી રહ્યું છે.7મી મેના રોજ યોજાનાર મતદાન અંતર્ગત અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારમાં ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં બુધવારે સિદ્ધપુર ખાતે ચૂંટણી પ્રચાર અર્થે મહા બાઇક રેલી યોજવામાં આવી હતી.જેમાં ચંદનજી ઠાકોર પણ અન્ય આગેવાનો કાર્યકરો સાથે બાઈક પર સવાર થઈને મતવિસ્તારમાં ફરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને પંજાના નિશાન પર મત આપી કોંગ્રેસને વિજય અપાવવા અપીલ કરી હતી.
સિધ્ધપુર ખાતેના દેથળી ચોકડી એન એન મિલ ખાતેના કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સવારે ભવ્ય બાઇક રેલીનો પ્રારંભ થયો હતો.જેમાં મોટી સંખ્યામાં મતદારો તેમજ કોંગ્રેસના કાર્યકરો બાઈકો સાથે આ મહારેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા.
સિધ્ધપુર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી બાઈક રેલી પ્રસ્થાન પામી સિધ્ધપુર બજાર, રાજપુર કોટ, આંકવી,મેળોજ,લુખાસણ સંડેસરી, મુડાણા થઈ સંદેસરી પરત આવી હતી. ત્યારબાદ નાગવાસણ, ગણવાડા, સમોડા, ચાટાવાડા, લાલપુર આંબેડકરનગર, ખળી, કનેસરા, ને, કારણ, પુનાસણ થઈ દેથલી પહોંચી હતી. જ્યાં જાહેર સભાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં દેથળી સહિત વનાસણ, હાસોર અને ચાંદણસરના ગ્રામજનો તેમજ પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ ગાગલાસણ અને ખડિયાસણ થઈને રેલી કાકોશી પહોંચી હતી જ્યાં કાકોશી વાધણા અને કુવારા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં સમગ્ર મત વિસ્તારમાં કોંગ્રેસ તરફી વાતાવરણ જામ્યું છે ત્યારે સિદ્ધપુર પંથક માંથી પણ મોટી સંખ્યામાં કોંગ્રેસને મત મળે અને ચંદનજી ઠાકોર જંગી મતોની લીડ થી વિજેતા બને તેમાં સહભાગી બનવા સૌને અપીલ કરાઈ હતી.
સિધ્ધપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ બાઈક રેલી દરમિયાન ચંદનજી ઠાકોરનું માર્ગમાં ઠેર ઠેર ગામે ગામ ઉમળકાથી સ્વાગત કરી લોકોએ સમર્થન દર્શાવ્યું હતું.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300