પાટણના સિદ્ધપુરમાં સિક્ષકને હાર્ટ એટેક આવતા મોત

પાટણના સિદ્ધપુરમાં સિક્ષકને હાર્ટ એટેક આવતા મોત
Spread the love

હાલ ભર ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે સિદ્ધપુર તાલુકાના ખળી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવીણભાઈ તુરી લોકસભા ચૂંટણી માટે ગામમાં મતદાર સ્લીપોનું વિતરણ કરી ઘરે પહોંચતાં હૃદય રોગનો હુમલો આવતાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.

મૂળ પાટણ જિલ્લાના સિદ્ધપુરના બીલીયા ગામના વતની અને ખળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બાબુલાલ તુરી (ઉ.58) બી.એલ.ઓ ની કામગીરી હોવાથી મંગળવારે શાળામાં ગયા હતા.જે બાદ તેઓ મતદાર સ્લીપોનું વિતરણ કરવા માટે ગામમાં ફર્યા હતા અને ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે મતદાર સ્લીપોનું વિતરણ થઈ ગયું છે તે અંગેનું પ્રમાણપત્ર આપી સિદ્ધપુર ખાતે તેમના ઘરે પહોંચ્યા હતા ત્યાં જ બપોરે ના 12 વાગ્યા આજુબાજુના અરસામાં હૃદય રોગનો હુમલો આવતા તેમનો દીકરો તેમને તાત્કાલિક સિદ્ધપુર સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવાતા હાજર પરના તબીબો એ મૃત જાહેર કર્યા હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240501_161708.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!