પાટણ : જોશ એકેડમી નો પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ના વરદ હસ્તે પ્રારંભ

પાટણ તાલુકાના સરીયદ ગામના વતની અને મા ભોમની રક્ષા કાજે ફરજ બજાવી રહેલા લેફ્ટનન્ટ કર્નલ નિતીન જોશીના સુપુત્ર મન જોશી અને તેના મિત્ર આયુષ ઝવેરીના સંયુક્ત સાહસ રૂપે પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા નજીક આવેલ દેવી એસ્ટેટ ખાતે મંગળવાર ના શુભ દિવસે જોશ એકેડેમી નો પ્રારંભ વડોદરાની પારુલ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિટેન્ટ ડો. પારુલ પટેલ ના હસ્તે કરવામાં આવ્યો હતો.જોશ એકેડેમી ના શુભારંભ પ્રસંગે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ,લાલેશભાઈ ઠકકર સહિત લેફ્ટનન્ટ કર્નલ નિતીન જોશી ના પરિવારજનો, સગા-સંબંધી અને સ્નેહી મિત્રો સહિત આર્મી ના જવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
જોશ એકેડેમીની કાર્ય પદ્ધતિ અને પ્રવૃત્તિ વિશે જાણકારી આપતા લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી, મન જોશી અને આયુષ ઝવેરીએ જણાવ્યું હતું કે અમારી જોશ એકડમી દ્રારા દેશ IELTS,
PTE,TOEFL અને DUOLINGO જેવી પરીક્ષાઓ માટે વિઝા અને ઇમિગ્રેશન સેવાઓ અને તેના ઇન્ટરવ્યુની તૈયારી સાથે કૌશલ્ય વિકાસ અભ્યાસ ક્રમો માટે અંગ્રેજી કોચિંગ સાથે રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભારતીય સશસ્ત્ર દળોની પરીક્ષાઓ અને અન્ય વિવિધ પ્રવેશ પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ કોચિંગ પ્રદાન કરવામાં આવશે તેવી પ્રતિબધ્ધતા તેઓએ જોશ એકેડમી ના પ્રારંભ પ્રસંગે વ્યક્ત કરી હતી.
જોસ એકેડેમી ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ આગતુકોનું લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી,મન જોશી,આયુષ ઝવેરી સહિત તેઓના પરિવારજનો એ શાબ્દિક સ્વાગત કરી આવકારી આભાર ની લાગણી પ્રગટ કરી હતી.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300