પાટણ: જિલ્લા વિકાસ અધિકારી સહિત નિવાસી અધિક કલેક્ટરશ્રી એ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

આગામી 7મી મેના રોજ પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન થવાનું છે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર જોડાયેલા છે. આ અધિકારીઓ/કર્મચારીઓ મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કર્યું હતુ.
03-પાટણ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ 16-રાધનપુર, 18-પાટણ, 17-ચાણસ્મા અને 19-સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં જે અધિકારીઓ અને કર્મચારીઓ કેટેગરી-2 માં ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેઓ માટે ખાસ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે દરેક વિધાનસભામાં પ્રાંત કચેરી ખાતે મતદામ મથક ઉભું કરવામાં આવ્યું છે. 18-પાટણ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 490 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ નોંધાયા છે જેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે જેમાંથી એક જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બી.એમ.પ્રજાપતિએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ. તેઓએ મતદાન કર્યા બાદ તમામ લોકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લા ચૂંટણીતંત્રએ પોસ્ટલ બેલેટથી મત આપવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. આજે મે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આપ પણ આપના મતાધિકારનો 7મેના રોજ ઉપયોગ કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપનું યોગદાન આપો.
નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ. તદઉપરાંત ડી.આર.ડી.એ.નિયામક આર.પી.જોષી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.પી.ઝાલાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ. મતદાનના આ પ્રસંગે ઉપસ્થિત પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલે જણાવ્યું હતુ કે, 03-પાટણ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ 18-પાટણ વિધાનસભા મતવિસ્તારમાં 490 જેટલા મતદારો વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ ચૂંટણીલક્ષી ફરજ પર રોકાયેલા છે. જેઓ માટે તા.01 મેથી 6 મે સુધી પોસ્ટલ બેલેટથી મત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી આ તમામ અધિકારી અને કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન થાય તે અમે સુનિશ્ચિત કરીશુ.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300