ડીસા : વડાપ્રધાન ની જાહેર સભાને લઈ પાટણના રાજપૂત આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

ડીસા ખાતે આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જાહેર સભાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ક્ષત્રિય સમાજ દ્વારા ન ઘટે તે માટે વડાપ્રધાન ની જાહેર સભા પૂર્વે પાટણ ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ના આગેવાનો સાથે પાટણના કેટલાક કોંગ્રેસી આગેવાનો અને કાયૅકરો ની પોલીસ તંત્ર એ અટકાયત કરવામાં આવી હતી.
ડીસા ખાતે પી.એમ નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભાને અનુલક્ષી પાટણ રાજપૂત સમાજના આગેવાનોને સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન ન થાય તે માટે વડાપ્રધાનના ડીસા ખાતેના આગમન પૂર્વે જ પાટણ એલ.સી.બી પોલીસ દ્વારા અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાટણ ખાતે ક્ષત્રિય આગેવાનો અને કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી નજર કેદ કરાયા હોવાના મામલે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ક્ષત્રિય આગવાનો સહિત કોંગ્રેસના કાર્યકરોની મુલાકાત લીધી હતી. પાટણ એલ.સી.બી ખાતે તમામ ક્ષત્રિય આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો મળીઅંદાજે દશેક આગેવાનોની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300