પાટણના નિર્મળનગર વિસ્તારમાં ભર ઉનાળે પાણીની પારાયણ

હાલમાં ઉનાળાની શરૂઆત થઈ છે અને પાટણ જિલ્લાના વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે પાટણ શહેરમાં નિર્મળનગર વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છેલ્લા ત્રણ દિવસથી ઊભી થઈ છે. આ વિસ્તારના રહીશો પીવા તેમજ ઘરવપરાશ માટે પાલિકા તેમજ ખાનગી ટેન્કર એજન્સીઓ પાસેથી સોમવારે દસથી વધારે ટેન્કર મંગાવ્યા હતા. પાલિકા શહેરને પાણી પૂરું પાડવામાં પહોંચી ના વળતી હોય તેવું દેખાઈ રહ્યું છે.
પાટણ શહેરના નિર્મળ નગર વિસ્તારમાં આવેલ પાર્થ રેસીડેન્સીમાં રહેતા ભરતભાઈ પરમાર એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા આ વિસ્તારની છે જ, પણ છેલ્લા ત્રણ દિવસથી પાણી બિલકુલ આવતું બંધ થઈ જવાથી પીવા અને ઘર વપરાશ માટે ઉનાળાના સમયમાં પાણીની તાતી જરૂરિયાત હોય છે. તેને પહોંચી વળવા આખરે મંગળવારે રૂ.600 આપીને ખાનગી ટેન્કર મંગાવ્યું હતું. પાલિકાઅે એકબાજુ ડબલ પાણી વેરા કરી નાખ્યા છે પણ પૂરતું પાણી પહોંચાડ્યું નથી.પાલિકા દ્વારા શહેરમાં પીવાનું પાણી 2.70 કરોડ લીટરમાં ઉનાળાની અંદર 30 લાખ લિટર પાણી વધારે આપી કુલ 3 કરોડ લીટર આપી રહ્યા છે. તેમ છતાં નિર્મળનગર વિસ્તારની 20 વધુ સોસાયટીઓની હજુ પૂરતો પાણીનો જથ્થો ન મળતો હોવાની બૂમરાડ યથાવત છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર,પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300