ચાણસ્માના દેલમાલ ગામે બે દીકરીઓ ઉપર થયેલ હુમલા સંદર્ભે પોલીસે બંને બુટલેગર પિતા પુત્રને ભણાવ્યો કાયદાનો પાઠ

પાટણ જિલ્લાનાં ચાણસ્માના દેલમાલ ગામે બે દીકરીઓ ઉપર થયેલ હુમલાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.અને અંતે પાટણ આવેદન પત્ર આપ્યા બાદ ચાણસ્મા પોલીસે બંને બુટલેગર પિતા પુત્રને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. માથાભારે ઈસમોએ બે બહેનોને જાહેરમાં વાળ ખેંચી માર મારી કરી હતી અને જાહેરમાં આબરૂ લેવાની કોસીસ કરતા મામલો સમગ્ર જિલ્લા માં ફેલાઇ ચૂક્યો હતો તેમજ મીડિયા સાથે સંકળાયેલા પત્રકાર પર હુમલો થતાં પત્રકારો માં ભારે રોષ પણ જોવા મળ્યો હતો.આ મામલા ને લઇને અંતે ચાણસ્મા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી માથાભારે પિતા પુત્રને દબોચી લીધા હતા.અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી દીપાજી ઠાકોર તેમજ મુકેશજી ઠાકોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપી ઓ દેલમાલ ગામે ખેતરેથી ગાયો ચરાવી ઘરે પરત ફરતી બે બહેનોને માર મારી અસભ્ય વર્તન કરતા મામલો જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. ભોગ બનનારના પિતાએ દીકરીઓને સાથે રાખી પાટણ એસપી ઓફિસ ખાતે રજુઆત કરું હતી . જેમાં પિતા ઉમેશભાઈ જેઠીનાં જણાવ્યા અનુસાર બંને ઈસમો માથાભારે અને ગામમાં દેશી દારૂનો અડ્ડો ચલાવતા હોવાની વાત બહાર આવી હતી. તેમજ આરોપીઓને ત્યાં ભૂતકાળમાં પોલીસે પાડેલી દારૂની રેડની શંકાની અદાવતને લઈ બંને બુટલેગરો જેઠી પરિવાર ઉપર કરી હુમલા કરી રહ્યા હોવાની વિગત જણાવી હતી.ત્યારે થયેલા મામલા ને લઇને ચાણસ્મા પોલીસે બંને બુટલેગર પિતા પુત્રને કાયદાનો પાઠ ભણાવતા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)