સુરત : રેડિયોલોજિકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન અને કિરણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સેમીનાર

કિરણ હોસ્પિટલ ખાતે સુરત, બારડોલી નવસારી ,વલસાડ ,વાપીના રેડીયોલોજીસ્ટ ડોક્ટરો માટે કાયદાકીય વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરતના પ્રમુખશ્રી ડો.ઉદય સુરાના એ જણાવેલ કે ડોક્ટરો અને હોસ્પિટલો ને લગતા ઘણા બધા કાયદાઓ હાલ અમલમાં છે, ત્યારે ડોક્ટરોને આ અંગે વિશેષ માહિતી મળે અને ડોક્ટરો તથા હોસ્પિટલો આ બાબતે જાગૃત થાય એ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
જેમાં મુખ્ય વક્તા તરીકે બોમ્બેના ખ્યાતનામ વકીલ ડો.હિતેશ ભટ્ટ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવેલ.ખાસ કરીને પીસી પીએનડીટી એક્ટ( ગર્ભ ના જાતિ પરીક્ષણ કાયદા) અંગે વિગતવાર માહિતી આપેલ અને સોનોગ્રાફી કરતા ડોક્ટરો દ્વારા ફોર્મ ભરવામાં જે ખામીઓ રહેશે તે અંગે અને આ કાયદા હેઠળ શું શું જોગવાઈઓ છે તે અંગે વિસ્તૃત માહિતી આપેલ.
આ ઉપરાંત ઇન્સ્યોરન્સ સેક્ટર અને નેગલીજન્સ અંગે પણ કાયદાકીય આંટી ઘૂંટીઓ અને તેના નિવારણ અને ચોકસાઈ અંગે માહિતી આપેલ .સમગ્ર સેમિનારનું આયોજન એસોસિએશનના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ ડો. ધારા શાહ અને ડો.હિતેશ લુખી દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં ટેકનિકલ બાબત અને વ્યવસ્થા માટે ડો એન્ડ્રુ જોન્સ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ. આ સેમીનારમાં સીનીયર રેડીયોલોજીસ્ટ ડૉ ઉમેશ ઉદાપુડી, ડો.નવીન પટેલ, ડો કુમાર વકીલ, ડો. જગદીશ વઘાસિયા, તેમજ વાપી, વલસાડ, નવસારી અને બારડોલી ના સો કરતા વધારે રેડિયોલોજીસ્ટ ડોક્ટરો એ લાભ લીધેલ.
રિપોર્ટ : રસિક વેગડા