ડેડીયાપાડા 07 વર્ષની સગીરા પર બળાત્કાર નાં કેસમાં આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

ડેડીયાપાડા 07 વર્ષની સગીરા પર બળાત્કાર નાં કેસમાં આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
ડેડીયાપાડા તાલુકામાં 07 વર્ષની સગીરાનું અપહરણ કરી બળાત્કાર નાં કેસમાં આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
– આરોપી યુવાને સગીરા નું અપહરણ કરી ઘરના વાડા માં લઇ જઇ શારીરીક અડપલા કરી બળાત્કાર કર્યો હતો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા માં સગીરા વયની દિકરી નું અપહરણ કરી બળાત્કાર કરનાર યુવાન ને કોર્ટે વીસ વર્ષની સજા નો હુકમ કર્યો છે
મળતી વિગતો અનુસાર કેસની હકીકત માં નીતેશભાઈ માકત્તાભાઈ વસાવા, ઉ.આ.વ.૩૦ રહે.બંગલા ફળીયુ, ડેડીયાપાડા નામના યુવાને ફરીયાદીની ભાણેજ ભોગ બનનાર મામા–મામીના ઘરે દિકરી તરીકે સાતેક વર્ષથી રહેતી હોય જેમાં ભોગ બનનાર તા.૧૧/૦૧/૨૦૨૦ ના રોજ બપોરના અરસામાં નિતેશ વસાવા ફરીયાદીના ઘરે આવી માત્ર સાત વર્ષની સગીરા ને પૈસાની લાલચ આપી ઘરમાંથી અપહરણ કરી સગીરાના ઘરની પાછળ આવેલ તુવરના વાવેતર કરેલ વાડામા લઈ જઈ તેની સાથે શારીરીક અડપલા કરી બળાત્કાર કરી ગુનો કરતા આં બાબતની ફરિયાદ બાદ કેસ કોર્ટ માં ચાલી જતાં રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ.સીદ્દીકી ની કોર્ટમાં ચાલી ગયો જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદ પક્ષે પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત મોખીક દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી નિતેશ વસાવા ને વીસ વર્ષની કેદ તથા રૂ.૫૦૦૦/– ના દંડની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300