માંગરોલ : વીજ લાઈન નાં તૂટેલા વાયર થી બે ભેંસ અને પાડા ને કરંટ લાગતા મોત

માંગરોલ : વીજ લાઈન નાં તૂટેલા વાયર થી બે ભેંસ અને પાડા ને કરંટ લાગતા મોત
માંગરોલ ગામની સીમમાં એગ્રીકલ્ચર વીજ લાઈન નાં તૂટેલા વાયર થી બે ભેંસ અને પાડા ને કરંટ લાગતા મોત
બે ભેંસ તથા એક નાના પાડો મળી કુલ રૂપિયા-૧,૦૫,૦૦૦/- લાખનું પશુપાલકને નુકશાન
નર્મદા જિલ્લામાં અવાર નવાર વીજ લાઈન નાં તૂટેલા વાયરો માં મૂંગા પશુઓ ને કરંટ લાગતાં મોત થવાની ઘટના સામે આવે છે ત્યારે આવી વધુ એક ઘટના બની છે.
જેમાં જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામના રણછોડભાઇ પટેલના ચાકર ગુલાબસિંગભાઈ રાયસિંગભાઈ વસાવા માંગરોલ ગામની સીમમાં રણછોડભાઈ તથા નાના ભાઈ પ્રવિણભાઈ ની ગાયો તથા ભેંસો ચરાવવા માટે ગયેલ અને ઢોર ગામની સીમમાં આવેલ ગૌચર જમીનમાં ચરતા હતા તે વખતે ગૌચર જમીનમાથી પસાર થતા વીજ થામલાઓ પરથી પસાર થતી કૃષિ વીજ લાઇનનો બે તાર ટુટેલ હાલતમાં હતા. તે વીજ લાઇન સાથે અડી જતા એક ભેંસ જેની આશરે કિંમત રૂપિયા ૫૦,૦૦૦/-તથા એક નાનો પાડો જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- તથા એક ભેંસ જેની કિંમત રૂપિયા ૪૫,૦૦૦/-મળી કુલ બે ભેંસ તથા એક નાના પાડો મળી કુલ રૂપિયા-૧,૦૫,૦૦૦/- ની ભેંસોનું સ્થળ ઉપર જ મોત થયું હતું.
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300