પાટણ જિલ્લા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

નારી વંદન ઉત્સવ
પાટણ જિલ્લા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ
તા.1 થી 7 ઓગષ્ટ સુધી નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા “મહિલા સુરક્ષા દિવસ” ની ઉજવણી કરવામાં આવી. રાજ્યસરકાર દ્વારા મહિલા સશક્તિકરણ દ્વારા સમાજ નિર્માણની પ્રક્રિયા થાય તેવા ઉમદા ઉદ્દેશથી પાટણ ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત બી.એમ હાઈસ્કૂલ પાટણથી મોટી સંખ્યામાં માતૃશક્તિ અને દીકરીઓ જોડાઈ હતી. જનજાગૃતિનો પ્રયાસ કરવા માટે આયોજીત આ રેલી પાટણ નગ૨ની બજારોમાં ફરી હતી.
રેલીનું પ્રસ્થાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,પ્રોગ્રામ ઓફિસર, દહેજ પ્રતિબંધક અધિકારી, પોલિસ ઈન્સ્પેકટર, શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ અને ટ્રસ્ટીગણ તેમજ સમાજના સજ્જન નાગરિકો દ્વારા કરાવવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં દીકરીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કર બહેનો, શાળા સ્ટાફ, મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ, OSC સ્ટાફ,PBSC સ્ટાફ,181 મહિલા અભયમ સ્ટાફ, અને પોલીસ કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો. રેલી બાદ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી તથા ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી પાટણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સેમિનારમાં ઉપસ્થિત બહેનોને મુશ્કેલીના સમયમાં રક્ષણ કેવી રીતે કરવું તે બાબતે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી. ત્યારબાદ મહિલા સુરક્ષા દિવસની થીમ પર નાટકમંડળી દ્વારા નાટક ભજવવામાં આવ્યું. એડવોકેટ જ્યોત્સ્નાબેન નાથ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતુ. મહિલાઓ માટે મફત કાનૂની સલાહ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. પોલીસ ઈન્સ્પેકટર વસાવા સાહેબ દ્વારા મહિલાઓને મળતી કાનુની સહાય બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેમાં મહિલાને લગતા કાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલ સાહેબ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. પોલીસ વિભાગ તરફથી સાયબર ક્રાઇમ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આર.એ.નગોરી-અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાટણ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલ, પોલીસ ઈન્સ્પેકટર વસાવા સાહેબ, એડવોકેટ જ્યોત્સ્નાબેન નાથ, બાળ વિકાસ યોજના અધિકારી ઊર્મિલાબેન પટેલ તથા વિશાળ સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ,રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300