મેંદરડા : સતત પડી રહેલ વરસાદના લીધે સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની ભીતી

મેંદરડા તાલુકામાં સતત પડી રહેલ વરસાદના લીધે સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની ભીતી
જે બાબતે તાલુકા કિસાન સંઘ અને જુનાગઢ જિલ્લા કિસાન સંઘ તેમજ જુનાગઢ જિલ્લા બીજેપી મહામંત્રી હિરેનભાઈ સોલંકી દ્વારા મામલતદારને લેખીત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
મેંદરડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત એક મહિના કરતાં પણ વધુ સતત વરસી રહેલ વરસાદના કારણે મગફળી સોયાબીન કપાસ તુવેર સહિતના વિવિધ પાકો સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોમાં સેવાઈ રહી છે મેંદરડા તાલુકા કિસાન સંઘ અને જૂનાગઢ જિલ્લા કિસાન સંઘ પ્રમુખ જમનભાઈ ટાંક તાલુકા કિસાન સંઘ પ્રમુખ લવજીભાઈ રાજાણી સહિત આગેવાનો અને ખેડૂતો એ જુનાગઢ જિલ્લા બીજેપી મહામંત્રી હિરેનભાઈ સોલંકી ને ખેડૂતોની સ્થિતિ અંગે મૌખિક રજૂઆત કરેલ હતી ત્યારે મહામંત્રી હિરેનભાઈ સોલંકી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે પ્રથમ મેંદરડા મામલતદાર ડોડીયા ને ખેડૂતોને નુકસાની અંગે લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ હતી કે સમગ્ર તાલુકામાં એક માસ કરતા વધુ સમયથી પડી રહેલ વરસાદને લીધે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય ત્યારે તમામ ખેડૂતોના પાક અંને ખેતરોનું ધોવાણ થયેલ હોય ત્યારે સ્થળ નિરીક્ષણ કરી અને સર્વે કરવામાં આવે અને સરકારશ્રી માં રજૂઆત કરી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે
ખેડૂતોના મોઢે આવેલો કોડીયો છીનવાઇ રહ્યો છે ત્યારે બીજી તરફ પાકોમાં જંગલી ભૂંડ રોજ જેવા જાનવરોના કારણે પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે આવા સમયે સરકાર દ્વારા ત્વરિત નુકસાની નો સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300