પાટણ: તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23મી ઓગષ્ટના રોજ મામલતદાર કચેરી ખાતે યોજાશે

પાટણ: તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23મી ઓગષ્ટના રોજ મામલતદાર કચેરી ખાતે યોજાશે
Spread the love

તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23મી ઓગષ્ટના રોજ સંબધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે

તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.23.08.2023 બુધવારના રોજ 11.00 કલાકે સંબધકર્તા મામલતદાર કચેરીએ યોજાશે. શંખેશ્વર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર, પાટણના અધ્યક્ષપણા હેઠળ યોજાશે. રાધનપુર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી, પાટણના અધ્યક્ષપણા હેઠળ યોજાશે. તેમજ મામલતદાર કચેરી પાટણ (શહેર), મામલતદાર કચેરી પાટણ(ગ્રામ્ય), મામલતદાર કચેરી સરસ્વતી, મામલતદાર કચેરી ચાણસ્મા, મામલતદાર કચેરી હારીજ, મામલતદાર કચેરી સમી, મામલતદાર કચેરી સાંતલપુર, મામલતદાર કચેરી સિદ્ધપુર ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબધિત તાલુકાના લાયઝન અધિકારીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે.

તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારઓએ સંબધકર્તા મામલતદારને તા.10.08.2023 સુધીમાં મોકલી આપવાના રહેશે.આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટ કેસો હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાનાં રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્નો પણ રજૂ કરવા નહિ. એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે તે બાબત પણ ધ્યાનમાં લેવી. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે. તદઉપરાંત આ અરજી બે નકલમાં જરૂરી પુરાવાઓ સાથે આપવાની રહેશે.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230801_172402.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!