પાટણ: જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 24 ઓગષ્ટના રોજ કલેક્ટર કચેરી પાટણ ખાતે યોજાશે
જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 24 ઓગષ્ટના રોજ કલેક્ટર કચેરી પાટણ ખાતે યોજાશે
જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.24.08.2023 ગુરૂવારના રોજ 11.00 કલાકે કલેક્ટર કચેરી, પાટણ ખાતે યોજાશે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન કે રજુઆત કરવા માગતા હોય તેઓએ પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમ્યાન તા. 10.08.2023 સમય 16:00 કલાક સુધી ક્લેકટર કચેરી, પાટણ ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાના રહેશે. અને અરજદારએ જાતે “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માં ઉપરોક્ત તારીખે અને સમયે હાજર રહેવાનું રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના કોર્ટમાં કેસ ચાલુ હોય તે બાબતની ન્યાયિક કે અન્ય ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન પણ રજુ કરવા નહિ. તેમજ એક એરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજીમાં મોબાઈલ નંબર લખવો તથા અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.
રીપોર્ટ: અનિલ રામાનુજ પાટણ,રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300