ત્રણ વરસ પછી પણ નવી શિક્ષણ નીતિ કેમ નિષ્ફ્ળ નીવડી રહી છે?

તમને કદાચ યાદ નહી હોય નવી શિક્ષણનીને અમલમાં આવ્યે ત્રણ વરસ પુરા થઈ ગયા છે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ત્રણ વરસમાં શિક્ષણ શિક્ષકો અને વિદ્યાર્થીઓને જરા પણ ફાયદો કે ફરક પડ્યો નથી
ત્રણ વરસ થઈ ગયા છે નવી શિક્ષણનીતિનું યોગ્ય મૂલ્યાંકન થવું બહુ જરૂરી છે.
નવી શિક્ષણનીતીમાં અત્યાર સુધી જે સુધારા કરવામાં આવ્યા છે તે અસરકારક સાબિત થઈ રહ્યા છે કે નહી તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એ પણ જોવું ખુબ જરૂરી છે કે જે સુધારા કરવામાં આવ્યા છે તેના ધાર્યા પરિણામો મળી રહ્યા છે કે નહી?
સૌથી મહત્વની વાત એ છે કે એ કોણ જોશે કે દેશભરની. શેક્ષણિક સંસ્થાઓ નવી શિક્ષણ નિતીની જોગવાઈઓનો ગંભીરતાથી અમલ કરે છે કે નહી? નથી કરતી તો એમની સામે હજુ ત્રણ વરસ થઇ ગયા છે હજુ કડક પગલાં કેમ ભરાયા નથી?
આની બરાબર સમીક્ષા થવી જોઈએ કારણ કે આ પદ્ધતિ નવી શિક્ષણનીતિના હેતુને સમયસર પ્રાપ્ત કરવામાં મદદ કરશે.નવી શિક્ષણનીતિની પોલિસી બનાવવામા લાંબો સમય લાગે છે એ વાત ભૂલવી ના જોઈએ
વર્તમાન કેન્દ્ર સરકારને શિક્ષણમા કેટલો રસ છે અને કેટલી સમજ પડે છે એ વિશે કઈ કહેવાની જરૂર નથી બધાને બધી ખબર જ છે.
સરકારનો દાવો છે કે નવી શિક્ષણ નીતિને લગતી ૮૦ ટકા ભલામણોનો અમલ શરૂ થઇ ગયો છે પરંતુ સવાલ એ છે કે આ ભલામણોનો યોગ્ય રીતે અમલ થઇ રહ્યો છે કે નહી?
કેટલીક મોટી અને નામાંકિત શેક્ષણિક સંસ્થાઓ નવી શિક્ષણ નિતીની જોગવાઈ લાગુ કરવાની તૈયારી બતાવી છે પરંતુ હજુ પણ ઘણી શેક્ષણિક સંસ્થાઓ આ બાબતમાં પાછળ છે કેટલીક રાજ્ય સરકારો પણ નવી શિક્ષણ નીતિના અમલીકરણમા જોઈએ તેટલી સજાગ અને જાગૃત નથી.
કેટલીક શેક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સીટીઓ હજુ પણ જુની પેટર્નને અનુસરતી જોવા મળે છે તે યોગ્ય નથી તેઓ હજુ પણ ડિગ્રીઓ વહેંચવામા વ્યસ્ત છે જેની ઉપયોગીતા કઈ જ નથી.
ટેક્નોલોજીના આ જમાનામાં વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું હોવાથી શિક્ષણ પ્રણાલીમા સુધારાની પ્રકિયાને વેગવંતી બનાવવાની જરૂર છે
નવી શિક્ષણનીતિનો મુખ્ય હેતું વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને ઘડવાનો અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવવાનો છે વિદ્યાર્થીઓને કલા કોશલ્યથી સજ્જ બનાવવા જોઈએ કોશલય વિકાસને સૌથી પહેલા પ્રાથમિકતા આપવાની જરૂર છે શિક્ષકોને નવી શિક્ષણનીતિમા કોઇ રસ નથી અને શિક્ષકોને અપડેટ થવામાં કોઈ રસ નથી શિક્ષકોની માનસિકતા સાથે વિદ્યાર્થીઓની માનસિકતામા પણ પરિવર્તન લાવવું સમયની જરૂરિયાત છે
આપણે ત્યાં શિક્ષણમા આગવો પોતાનો ફેરફાર કરવા કોઈ સક્ષમ છે ખરા?
આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300