શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ ની મુખ્યમંત્રી સાથે મુલાકાત

શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ ની મુખ્યમંત્રી સાથે મુલાકાત.: કચ્છી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ,ગુજરાત ના હોદેદારો ની કારોબારી ની મીટીંગ મળેલ હતી.ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ભોજન સાથે લઈ ને ગુજરાત નાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની મુલાકાત કરી ને ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ ના શૈક્ષણિક સંકુલ,ગાંધીનગર ખાતે જમીન ફાળવવા માં આવે એ માટે ની વિસ્તૃત ચર્ચા કરવા આવી હતી.
માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા દશનામ ગોસ્વામી સમાજ માટે બનતું બધું કરવા ની ખાતરી આપી હતી.ગોસ્વામી સમાજ દ્વારા મુખ્ય મંત્રી શ્રી નું કચ્છી સાલ ઓઢાડી ને સન્માન કરવા માં આવ્યું હતું.
આ પ્રસંગે મહામંડળ વતી અધ્યક્ષ રોહિતપુરી ગોસ્વામી,ઉપાધ્યક્ષ પ્રહલાદવન ગોસ્વામી,પ્રમુખ શ્રી ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી ,ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રગિરિ ગોસ્વામી,મહામંત્રી બાબુપુરી ગોસ્વામી,યુવા પ્રમુખ ક્રિષ્નાગિરિ ગોસ્વામી,દોલતપુરી ગોસ્વામી,સહિત નાં ગોસ્વામી સમાજ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – રમેશ ગોસ્વામી “સારથિ”
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300