કાશ્મીરના યુવાનો મુખ્ય પ્રવાહમાં ભળી રહ્યા છે.

કાશ્મીરના યુવાનો મુખ્ય પ્રવાહમાં ભળી રહ્યા છે.
Spread the love

કાશ્મીર પાછુ ધમધમતું થઈ રહ્યું છે ધરતી પરના આ સ્વર્ગમા ધીમે ધીમે અસલ રોનક શાનોશોકત પાછી આવી રહી છે
કાશ્મીરીઓ મુળ પ્રવાહમાં જોડાઈ રહ્યા છે જનજીવન વેપાર રોજગાર થાળે પડી રહ્યા છે
ખાસ કરીને યુવાનો જેમનું બ્રેઈન વોશિંગ કરીને જન્નતની લાલચ આપીને જે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા એ યુવાનોની આંખો. હવે ખુલી ગઈ છે સાચી હાલત પરિસ્થિતિથી તેઓ વાકેફ થઈ રહ્યા છે.હવે તેઓ હાથમા પથ્થરો પકડતા નથી અરે કેટલાક સમજદાર યુવાનો બીજાને પણ પથ્થરો પકડવા દેતા નથી સાચી હક્કીત સમજાવે છે
બારામુલાના સીરી ગામના રહેવાસી વજાહત ફારૂક બટ એક સમયમાં કાશ્મીરમા સેન્ય પર પથ્થરો મારવામાં સામેલ હતા તે વજાહત આજે કાશ્મીરમાં સેવા યુથ સેવ ફ્યુચર એન.ઓ.જી.મારફતે ખીણના યુવાનોને સમજાવી યોગ્ય માર્ગે લાવે છે મુખ્ય પ્રવાહમાં સામેલ કરે છે.
વજાહત હવે ખીણમા શાંતિ સ્થાપવામાં વ્યસ્ત છે યુવાનોને ભેગા કરી ખીણમા વર્કશોપનું આયોજન કરે છે ખીણના અંતરીયાલ વિસ્તારમા લાયબ્રેરી ચલાવે છે અને રમતગમતની હરીફાઈનું આયોજન કરે છે યુવાનોને ડ્રગ્સથી દુર રહેવાની સલાહ આપે છે વજાહત ૨૦૧૦ થી ૨૦૧૬ દરમિયાન પથ્થરમારામાં સામેલ હતા વજાહત કહે છે કે મારાં બચપણમા અહીં ચારે બાજુ ભારત વિરોધી નારા સાંભળતો હતો આવા લોકો અમારા માટે રોલ મોડલ સમાન હતા સમયની સાથે મારાં હાથોમાં ક્યારે પથ્થર આવી ગયા ખબર પડી નહી એક વાર મે સી આર પી એફના વાહનનો કાચ તોડ્યો હતો હું મરવા અને જન્નત પ્રાપ્ત કરવા જ જીવતો હતો
એક વાર બારામુલા એસ એસ પી ઇમ્તિયાઝ હુસેન સાહેબે મને એમની ઓફિસે મળવા આવવાનું કહ્યું હું હિંમત કરીને મળવા ગયો તેમને મને બેસાડ્યો ચાહ પાણી કરાવ્યા વાતચીત પૂછપરછ કરી
સરે મને એક સવાલ પૂછ્યો કે સૌથી સરળ કામ ક્યુ છે? પરંતુ મે જવાબ ના આપ્યો સરે કહ્યું સૌથી સરળ રસ્તો છે જીવ આપી દેવો હું વિચારમાં પડી ગયો જીવ આપવો કઈ રીતે સરળ હોય શકે?
સરે મને સમજાવતા કહ્યું કે લોકો મુશ્કેલીઓના જીવ આપી દે છે પુલ પરથી કૂદી પડે છે કાર નીચે આવી જાય છે આ સૌથી સરળ કામ છે ત્યાર પછી સરે મને બીજો સવાલ પૂછ્યો કે સૌથી મુશ્કેલ કામ શું છે? અને સરે જ જવાબ આપતાં કહ્યું કે જીવવું દુઃખોનો સામનો કરી જીવવું ખુબ જ પડકારજનક છે
સરની વાતે મારું જીવન બદલી નાખ્યું તે બાદ વજાહત ૨૦૧૭ મા એન.સી સી.મા સામેલ થયા હમણાં સુધી વજાહત ખીણમા અંદાજે ૧૮૦ કાર્યક્રમ કરી ચુક્યા છે અને એમના કામમાં ૩૫ હજાર થી વધુ યુવાનો જોડાઈ ચુક્યા છે
આવા જ એક કાર્યક્રમમા વજાહતની મુલાકાત ઉસ્માન સાથે થઈ ઉસ્માન જેલમાં હતો ઉસ્માનને સમજાવી મુખ્ય પ્રવાહમાં વજાહત લાવ્યા આજે ઉસ્માન વજાહતની ટ્રેનિંગ બાદ શ્રેષ્ઠ મોટીવેશનલ. સ્પીકર તરીકે સારી કામગીરી બજાવતા નજરે પડે છે ૩૩ વર્ષીય ઉસ્માન હવે ખીણમા લોકશાહી મજબુત કરે છે ઉસ્માને તાજેતરમાં પોલીસ અને વહીવટીતંત્રની મદદથી એક સુંદર લાયબ્રેરી શરૂ કરી છે હવે ઉસ્માન કાશ્મીરના ઉત્કર્ષ માટે પ્રયાસરત છે
કાશ્મીરમાં હવે કેન્દ્ર સરકારે વજાહત જેવા યુવાનોને પુરેપુરો સપોર્ટ કરી આગળ લાવવા જોઈએ તેમને આર્થિક સામાજિક મદદ કરવી જોઈએ તેમની મદદથી કાશ્મીરમા ફરી સોનાનો સુરજ ઉગી શકે છે.

આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!