અમદાવાદ એજ્યુકેશન ગ્રુપે તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કર્યા

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપે તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કર્યા
Spread the love
  • શહેરની ૪૦૦થી વધુ ઇન્સ્ટીટયુટના પ્રથમ ક્રમે આવેલા વિધાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા.

અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપ એ અમદાવાદની ૪૦૦થી પણ વધુ શિક્ષણિક સઁસ્થાઓનું ગવર્મેન્ટ રજીસ્ટર એસોસિએશન છે જેની સાથે એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પરોક્ષ રીતે સંકળાયેલ છે. વર્ષ દરમિયાન એઈજી દ્વારા શિક્ષણને લગતા કાર્યક્રમો જેવાકે કેરિયર સેમિનાર, ગેટ ટૂ ગેધર, એજ્યુકેશન ડાયરીનું વિમોચન, શિક્ષણ રત્ન એવોર્ડ, એન્યુઅલ જનરલ મિટિંગ, વગેરેનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવે છે. તેજ શૃંખલાને આગળ ધપાવતા આજ રોજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ ટાગોર હોલ ખાતે યોજાયેલ હતો , જેમાં મુખ્ય મહેમાન ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટોથી સન્માનિત કર્યા હતા. તથા કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર પાવર ઓફ અબાકસના શ્રી મંગલભાઈ પટેલ સહિત એઈજી પદાધિકારીઓનું સન્માન કર્યું હતું

આ સમારંભમાં ગુજરાત ફેડરેશનના ચીફ એડવાઈઝર અને એઇજી ચેરમેન શ્રી વિજયભાઈ મારું , પ્રમુખ શ્રી સતિષભાઈ શાહ , મહામંત્રી શ્રી મનીષ ભાઈ પંચાલ , પ્રોગ્રામ કનવિનર શ્રી મુકેશભાઈ પરમાર , ખજાનચી શ્રી મનીષ ભાઈ વ્યાસ, મીડિયા એડવાઇઝર અને ગુજરાત ફેડરેશનના ડેપ્યુટી પ્રેસીડન્ટ શ્રી હેમાંગભાઈ રાવલ, સહ ખજાનચી શ્રી સંજયભાઈ પરમાર , ચીફ એડવાઈઝર, ગુજરાત ફેડરેશનના પ્રદેશ પ્રમુખ શ્રી ઝંકૃતભાઈ આચાર્ય, શ્રી સુહાગભાઈ પંચાલ, તેમજ શ્રી સંદિપ ભાઈ ત્રિવેદી, શ્રી રામભાઇ આહીર, શ્રી રાકેશભાઈ પરમાર , શ્રી સરજુસિહ ચૌહાણ, કો મીડિયા એડવાઈઝર નિલેશભાઈ જોશી, શ્રી દિપકભાઈ પરમાર , શ્રી બીપીનભાઈ ખંડવી, શ્રી અમિતભાઈ રાજપૂત , શ્રી કે ડી સર , શ્રી કેતન સર , શ્રી હેમંતભાઈ ચૌહાણ, શ્રી સમીર ગજ્જર, શ્રી મનીષ રાવલ, શ્રી પીનાકીન કામદાર તેમજ એ.ઇ.જી સભ્યો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. સમગ્ર સન્માન સમારંભ નું સંચાલન શ્રી સંદીપભાઈ ત્રિવેદી તેમજ શ્રી સરજૂભાઈ ચૌહાણે કરેલ હતું.

IMG-20230822-WA0134.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!