ગુજરાત એસટી દ્વારા સફાઈ ઝુંબેશ ચલાવવા નવતર પ્રયોગ

ગુજરાત રાજ્ય માર્ગે વાહન વ્યવહાર નિગમ ના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ એ ગાંધી ની સૂચના અન્વયે જુનાગઢ વિભાગીય નિયામક આર.પી.શ્રીમાળી ના માર્ગદર્શન મુજબ જૂનાગઢ વિભાગના તમામ બસ સ્ટેશનો તેમજ તેના તમામ કંટ્રોલ પોઇન્ટ ઉપર સાફ-સફાઈની કામગીરી માટે નિયુક્ત કરેલ એજન્સી પાસે સ્થાનિક ડેપો મેનેજર અને ટ્રાફિક સુપરવાઇઝર દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૩ થી તમામ બસ સ્ટેશનની પ્રિમાઈસીસ, પ્લેટફોર્મ એરીયા,વેઇટિંગ હોલ,ડ્રાઇવર કંડકટર રૂમ રેસ્ટરૂમ, મુસાફર શૌચાલય, દિવ્યાંગ ટોયલેટ બ્લોક, તેમજ પીવાના પાણીના પરબ વગેરે સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહેલ છે વધુમાં મુસાફર જનતાને આ ત કે અપીલ કરવામાં આવે છે કે બસ સ્ટેશન ખાતે કચરો કચરાપેટી માં નાખવાનો આગ્રહ રાખે તેમજ થુકવા માટે થુંકદાનીનો જ ઉપયોગ કરે અને સદર સફાઈ અભિયાનમાં પૂરતો સહયોગ આપે તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે તેમ મેંદરડા એસટી ડેપોના ટ્રાફિક કંટ્રોલર નાજભાઈ આહીર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
કમલેશ મહેતા (મેંદરડા)