બગસરા ITI ખાતે નવા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ મેળવવા અરજી કરવી
બગસરા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સપ્ટેમ્બર-૨૦૨૩થી શરુ થતાં નવા સત્ર વર્ષ-૨૦૨૩ પ્રવેશના નવા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી તા.૨૩ થી તા.૩૧ ઑગસ્ટ, ૨૦૨૩ સુધી શરુ છે. બગસરા આઈ.ટી.આઈ. ખાતે રોજગાર સ્વરોજગારલક્ષી વિવિધ અભ્યાસક્રમો શરુ છે, જેમાં ટ્રેડ કોપા, વાયરમેન, વેલ્ડર, મિકેનિક ડીઝલ, સુઇંગ ટેક્નોલૉજી(સીવણ), કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર) વગેરેમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ધો.૮ પાસ થી ગ્રેજયુએટ ઉમેદવારો આ https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર જઈને ભરી શકાશે તથા સંસ્થા ખાતે પણ હેલ્પ સેન્ટર પર વિગતો મેળવી શકાશે. જરુરી ડોકયુમેન્ટ (ધો.૧૦ માર્કશીટ, એલ.સી., જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ વગેરે ) સંસ્થા ખાતે રજૂ કરવાથી ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે, તેમ આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.