સાવરકુંડલા ITI ખાતે વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઑનલાઇન અરજી કરવી
સાવરકુંડલા આઈ.ટી.આઈ ખાતે વિવિધ અભ્યાસક્રમો શરુ છે. તા.૩૧ ઑગસ્ટ, ૨૦૨૩ સુધી ચોથા રાઉન્ડના અંતે ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ ફોર્મ ભરી શકાશે. https://itiadmission.gujarat.gov.in પરથી ફોર્મ ભરવાનું રહેશે. આ ઉપરાંત રુ.૫૦ રજીસ્ટ્રેશન ફી સાથે જરુરી પ્રમાણપત્રો સહિત પરત જમા કરાવવાનું રહેશે, તેમ સાવરકુંડલા આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.