અમર ગીતોના અમર ગાયક કલાકાર મુકેશને આ જન્મશતાબ્દી વરસમાં ભુલવા જેવા નથી.

૨૨ મી જુલાઈ ૧૯૨૩ મા દિલ્હીમાં જન્મેલા મુકેશચન્દ્ર જોરાવરસિંહ માથુરનું આ જન્મશતાબ્દી વરસ છે .મુકેશની ગણના હિંદી ફિલ્મોના સૌથી વધુ લોકપ્રિય ગાયકોમાં થાય છે
મુકેશે સુનિલદત મનોજકુમાર દિલીપકુમાર રાજકપુર રાજેશખન્નાથી માંડીને અમિતાબ બચ્ચન સુધીના કલાકારોને પોતાનો અવાજ આપ્યો છે
મુકેશનો જન્મ દિલ્હીમાં હિંદુ કાયસ્થ પરિવારમા જોરાવરસિંહના ઘરે થયો હતો મુકેશ તેમના પિતાના દસ સઁતાનોમા છઠા હતા
મુકેશને બહેનના લગ્નમાં ગીતો ગાતા જોઈ અભિનેતા મોતીલાલ તેમને મુંબઈ લઈ આવ્યા
તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશને અભિનેતા બનવું હતું પણ ગાયક કલાકાર બની ગયા
મોતીલાલની ભલામણથી ૧૯૪૧ ફિલ્મ નિર્દોષમા મુકેશને મુખ્ય કલાકાર તરીકે કામ કર્યું હતું ૧૯૪૫ મા આવેલી પહેલી નજર ફિલ્મમા મુકેશને પ્રથમવાર ગીત ગાવાની તક મળી હતી ગીત હતું દીલ જલતા હે તો જલને દો.જેમાં મોતીલાલે કામ કર્યું હતું
નિર્દોષ ફિલ્મમા મુકેશના હિરોઈન હતા નલિની જયવંત રાજકપુરની મુખ્ય ભુમીકાવાલી આહમાં મુકેશે મહેમાન કલાકાર તરીકે કામ કર્યું હતું
૧૯૫૬ની અનુરાગમા મુકેશ અભિનેતા ઉપરાંત સહનિર્માતા અને સંગીતકાર પણ હતા ૧૯૫૭મા આવેલી મલ્હારના નિર્માતા પણ મુકેશ જ હતા
૧૯૭૬ ની ૨૭મી ઓગસ્ટના દિવસે અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં મુકેશ સ્ટેજ કાર્યક્રમમા મુકેશ ગીત રજુ કરી રહ્યા હતા એક દીન બીક જાયેગા અને અચાનક હાર્ટ એટેક આવતા મુકેશે આ ફાની દુનિયા છોડી ૨૮ મી ઓગસ્ટના દિવસે બૉલીવુડના દિગ્ગજોની હાજરીમા મુકેશની અંતિમ યાત્રા નીકળી.
મુકેશના યાદગાર ગીતોમાં મેરા જૂતા હે જાપાની ૨ યે મેરા દીવાનપન ૩કિસી કી મુસ્કુરાહતો પે હો નિસાર ૪ ઓ જાનેવાલે હો શકે તો ૫ દોસ્ત દોસ્ત ના રહા ૬ જાને કહા ગયે વો દીન ૭ મેને તેરે લિયે ૮ ઈક દીન બીક જાયેગા ૯ મે પલ દો પલ કા શાયર હું ૧૦ દીવાનો સે યે મત પૂછો ૧૧ કોઈ જબ તુમ્હારા હ્ર્દય તોડ દે ૧૨એક પ્યાર કા નગમાં હે ૧૩ કભી કભી મેરે દીલમે ૧૪ જીસ ગલિમે તેરા ઘર ૧૫ ચંદન.સા બદન છે
મુકેશે ગુજરાતી ગીતો પણ ગાયા છે જેમાં જીગર અને અમી ફિલ્મનું સાજન મારી પ્રીતડી
નીલગગનના પખેરું ફિલ્મના ટાઇટલ ગીત અને નજરના જામ છલકાવીને આજે પણ સિનેરસીકો ગણગણે છે
પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે
મુકેશ તેમના યાદગાર અમર ગીતો માટે હંમેશા સિનેરસીકોના મનમા હૃદયમાં મસ્તિકમા રહેશે.
આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300