ખેતીમા ઉપયોગી યુરિયા બેગ ઉપર નેનો યુરિયા ફરજિયાત ના આપી શકાય

ખેતીમા ઉપયોગી યુરિયા બેગ ઉપર નેનો યુરિયા ફરજિયાત ના આપી શકાય
Spread the love

ખેતીમા ઉપયોગી યુરિયા બેગ ઉપર નેનો યુરિયા ફરજિયાત ના આપી શકાય

આ બાબતમા થરાદ ખેતીવાડી અધિકારી તેમજ થરાદ વિસ્તરણ અધિકારીએ દ્વારા જણાવ્યું હતું કે નેનો યુરિયાના ઉપયોગ વિષે સમજાવીને એગ્રો સંચાલકો ખેડૂતને યોગ્ય લાગે તો જ પ્રોડક્ટ આપી શકે છે પરંતુ ફરજિયાત લેવી એ જરૂરી નથી જોકે ફરજિયાતપણે આપતા એગ્રો સંચાલકો વિરુદ્ધ કાયૅવાહી કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદ વિસ્તારમાં એગ્રો સંચાલકો સામે ખેડૂતો લાચાર બન્યા છે ખેડૂતોની ખેતીમા રહેલી નાઈટ્રોજન તત્વની ઉણપ પુરી કરવા નાઈટ્રોજન માટે યુરિયા ખાતરનો ઉપયોગ કરે છે જેનો લાભ ઉઠાવી એગ્રો સંચાલકો દ્વારા ઉઘાડી લુટ ચાલુ કરવામાં આવી છે જોકે એગ્રો દુકાનના સંચાલકો યુરિયા ખાતરની એક બેગ ઉપર નેનો યુરિયા ફરજિયાત આપતા હોવાથી ખેડૂતો એ અલગથી ૨૦૦ થી ૨૫૦ આપવા પડે છે જોકે ખેડૂત ખરીદવા માંગતો ના હોય તો યુરિયા ખાતરની બેગ આપવામાં આવતી નથી તો ખેડૂતો પાસે આવી ફરજિયાત બોટલ લેવાની પધ્ધતિ થી કયારે છુટકારો મળશે. આ બાબતે ખેતીવાડી અધિકારી એ જણાવ્યું હતું કે સરકાર નો ઉદેશ છે કે ખેડૂતોના હિત માટે નેનો યુરિયા નો ઉપયોગ કરતા થાય પરંતુ જો કોઈ ખેડૂત એક બેગ ખરીદવા માગે છે તો એમને ફરજિયાત નેનો યુરિયા લેવો જરૂરી નથી જેથી નેનો યુરિયા ફરજિયાતની પધ્ધતિ જે એગ્રો સંચાલકો અપનાવશે તો કાયદેસરની કાયૅવાહી કરવામાં આવશે.

રિપોર્ટ.ધર્મેશ જોષી થરાદ/ બનાસકાંઠા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230826-WA0035.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!