સાત દિવસમાં 18 આપઘાતઃ તેલંગાણામાં ખળભળાટ

તેલંગાણા બોર્ડ ઑફ ઇન્ટરમિડિયેટ એજ્યુકેશન દ્વાર 11મી અને 12મીની પરીક્ષાનાં પરિણામો જાહેર થયા બાદ છેલ્લા સાત દિવસમાં 18 વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં સમગ્ર તેલંગાણામાં ખળભળાટ વ્યાપી ગયો હતો.
જો કે રાજ્ય સરકારે ત્રણ લાખ વિદ્યાર્થીઓનાં આન્સર પેપર્સ ફરી તપાસાશે એવી જાહેરાત કરીને વાતને વાળી લેવાના પ્રયાસો કર્યા હતા.
દરમિયાન તેલંગાણા પેરેન્ટ્સ એસોસિયેશને કોર્ટમાં ધા નાખવાની જાહેરાત કરી હતી.
વાત વણસી જવાનું કારણ એવું જણાય છે કે બોર્ડે પરીક્ષાનાં પેપર્સ એક ખાનગી કંપનીને વરદી પર આપ્યા હતા. આ કંપનીએ અસંખ્ય વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરતાં વિદ્યાર્થીઓ હતાશા અનુભવતા થઇ ગયા હતા અને આપઘાતની પરંપરા શરૂ થઇ હતી. માત્ર સાત દિવસમાં અઢાર વિદ્યાર્થીઓ આપઘાત કરી લેતાં મિડિયાએ કાગારોળ મચાવી દીધી હતી અને સમગ્ર રાજ્યમાં આક્રોશ વ્યાપી ગયો હતો.
Source: Gujarat Samachar