વિશ્વકર્મા જયંતીની કલ્પતરૂ કંપની ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

વિશ્વકર્મા જયંતીની કલ્પતરૂ કંપની ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
ગાંધીનગર ખાતે આવેલી કલ્પતરૂ પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ કંપની વિશ્વ ખ્યાતનામ છે. અહીં ગાંધીનગર શહેરના આજુબાજુના વિસ્તારોમાંથી લગભગ ૨૦૦૦ કામદાર અને કારીગરો કામ કરે છે. દર વર્ષે કલ્પતરૂ કંપની ખાતે ૧૭ સપ્ટેમ્બરના રોજ વિશ્વકપ જયંતી નિમિત્તે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવે છે.
વિશ્વકર્મા પૂજા નિમિત્તે નાના-મોટા સ્થાપનો, કારખાનાઓ અને ખાસ કરીને બાંધકામ સંબંધિત સાધનો, મશીનો અને દુકાનોની પૂજા કરવામાં આવે છે. વિશ્વકર્માજીને વાદ્યોના દેવતા પણ માનવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર, પ્રાચીન સમયમાં, ભગવાન વિશ્વકર્મા દ્વારા દેવી-દેવતાઓના મહેલો અને શસ્ત્રોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેથી તેમને બાંધકામના સ્થપતિ અને દેવતા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિશ્વકર્માએ ઇન્દ્રલોક, ત્રેતામાં લંકા, દ્વાપરમાં દ્વારકા અને હસ્તિનાપુર, કળિયુગમાં જગન્નાથપુરી વગેરેની રચના કરી હતી. આ ઉપરાંત ભગવાન શિવનું ત્રિશુલ, પુષ્પક વિમાન, ઇન્દ્રનું વ્રજ અને ભગવાન વિષ્ણુ માટે સુદર્શન ચક્ર પણ ભગવાન વિશ્વકર્માએ બનાવ્યું હતું. એટલે વિશ્વકર્મા ભગવાનનું વિશેષ મહત્ત્વ છે.
વિશ્વકર્મા જયંતીની ઉજવણી નિમિત્તે કલ્પતરૂ કંપની ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના સ્નેહલ કોટડિયાને પૂજામાં યજમાન તરીકે બેસાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે કંપનીના ઉચ્ચ અધિકારીઓ એમ. એ. બારૈયા, પ્રવીણ કુમાર, કુમારાદેવન શ્રીનિવાસન, ધર્મેશ મહંત, પંકજ જયસ્વાલ, મહેન્દ્રભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા. વિશ્વકર્મા પૂજાની ધામધૂમથી ઉજવણી કરવામાં કેતન ભાવસાર, સાત્વિક ત્રિવેદી કિરણ પટેલ, વિશાલ ભાવસાર, સમીર ભાવસાર, રાજેશ દેસાઈ, આશિષ ડુંગરાણી, હિરેન પટેલ, સંજય થોરાત, શિતાંગ જોશી, કિંજલ દરજી, મનિષ પટેલ વગેરે અધિકારીઓએ યોગદાન આપ્યું હતું. વિશ્વકર્મા જયંતીની ઉજવણી નિમિત્તે સૌને ભોજન કરાવવામાં આવ્યું હતું અને પરિવાર માટે મીઠાઈ આપવામાં આવી હતી. શહેરમાં ધોધમાર વરસાદ હોવા છતાં એક હજાર જેટલા સભ્યો વિશ્વકર્મા ઉજવણીમાં હાજર રહ્યા હતા. મહેન્દ્રભાઈ પટેલે સૌ સ્ટાફ અને કારીગરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300