શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયનું ખાસ આયોજન

શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયનું ખાસ આયોજન
ભગવાન શ્રી ગણેશની ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવા માટે તા.૨૪ સપ્ટેમ્બરે સ્પર્ધા: રજીસ્ટ્રેશનનો પ્રારંભ
વૈશ્વિકરણ અને વૈશ્વિક ભગવાન શ્રી ગણેશજી પર તા.૨૨મીએ ટોક
જૂનાગઢ : વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના મહોત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે, ત્યારે ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખી જૂનાગઢ સંગ્રહાલય દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે.
જૂનાગઢ સંગ્રહાલયના ક્યુરેટર ડો. સેફાલીકા અવસ્થી આ અંગે વિગતો આપતા કહે છે કે, જૂનાગઢ મ્યુઝિયમના ઓપેરા હાઉસ ખાતે તા.૨૨ સપ્ટેમ્બરના રોજ મીટ એટ ધ મ્યુઝિયમ કાર્યક્રમ અંતર્ગત ‘વૈશ્વિકરણ અને વૈશ્વિક ભગવાન શ્રી ગણેશજી’ પર બપોરે ૪ કલાકે એક ટોક એટલે કે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. સેફાલીકા અવસ્થી વ્યક્તવ્ય આપશે.
ઉપરાંત તા.૨૪મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ થી બપોરના ૨ વાગ્યા દરમિયાન ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારે પર્યાવરણ અનુકૂળ એવી માટી, લેન્ટીલ્સ, જૂટ, ન્યુઝ પેપર, કાગળ, કાપડ વગેરેમાંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરવાની રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મો.૮૩૨૦૦૮૨૭૪૨ પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધાના અંતે આકર્ષક ઈનામો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે. તેમ ક્યુરેટર ડો. સેફાલીકા અવસ્થીએ ઉમેર્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300