ખેડબ્રહ્મા :તક્ષશિલા શાળા વિકાસ સંકુલની નોડલ મીટીંગ યોજાઇ

ખેડબ્રહ્મા :તક્ષશિલા શાળા વિકાસ સંકુલની નોડલ મીટીંગ યોજાઇ
ખેડબ્રહ્મા તાલુકાની વી.સી મહેતા હાઇસ્કુલ, દેરોલ મુકામે તક્ષશિલા શાળા વિકાસ સંકુલની મીટીંગ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંદીપભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ. આ પ્રસંગે નોડલ કન્વીનર આચાર્ય વિભાષભાઈ રાવલ, તાલુકા પ્રમુખ આચાર્ય સુરેશભાઈ પટેલ, આચાર્ય દક્ષાબેન પટેલ, આચાર્ય ભાવેશ ભાઈ સોલંકી, શિક્ષણ બોર્ડના સદસ્યશ્રી એચ.ડી. પટેલ, વર્ગ બે ના અધિકારી દિલીપભાઈ પટેલ અને હીનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા
ખેડબ્રહ્મા, વડાલી અને પોશીના તાલુકામાં નવનિયુક્ત પામેલ આચાર્યશ્રીઓનું પુષ્પગુચ્છ અને સાલથી અભિવાદન કરવામાં આવેલ. જેમાં દેરોલના આચાર્ય રાજેન્દ્રસિંહ રહેવર, ઉંચી ધનાલના આચાર્ય વિનુભાઈ પટેલ, શ્યામનગરના આચાર્ય જયેશભાઈ જોશી, મટોડાના દિપેશભાઈ પટેલ, ગલોડીયાના હિતેશભાઈ રાવલ, મેત્રાલના રશ્મિકાંત પટેલ, નાકાના હસમુખભાઈ પ્રજાપતિ, ખેરોજના સંજયભાઈ પટેલ, લાંબડીયાના રિપલભાઈ સોની, વડાલીના હરેન્દ્રસિંહ ચંપાવત, બી.જી શાસ્ત્રી હાઈસ્કૂલના ડોક્ટર હસમુખ પટેલ, થેરાસણાના ગોપાલભાઈ પટેલ, જલોદરાના દિનેશભાઈ પટેલ, ભંડવાલના દીપકભાઈ પટેલ અને જુના ચામુના દિનેશભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવેલ.
આ પ્રસંગે વિશિષ્ટ સન્માન તરીકે પીએચડી થયેલા વડાલીના પ્રિન્સિપાલ ડોક્ટર હસમુખભાઈ અને ખેડબ્રહ્મા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ ડોક્ટર જસ્મીના મેડમનુ અભિવાદન કરવામાં આવેલ. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંદીપભાઈએ શૈક્ષણિક ગતિ વિધિથી વાકેફ કરાવેલ. ખેડબ્રહ્મા તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ સુરેશભાઇ પટેલે આગામી પોઇચા વડોદરા મુકામે તારીખ 12 13 ઓક્ટોબર ના યોજનાર સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ અધિવેશનની રૂપરેખા આપેલ. આભાર વિધિ યજમાન શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ રહેવરે કરેલ. સ્વરુચિ ભોજન બાદ કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300