સેલંબામાં પિતા પુત્રી પર બુકાનીધારીઓના હુમલાની ઘટનામાં પોલીસનો પત્રકાર પરિષદમાં ચોકવનારો ઘટસ્ફોટ

સેલંબામાં પિતા પુત્રી પર બુકાનીધારીઓના હુમલાની ઘટનામાં પોલીસનો પત્રકાર પરિષદમાં ચોકવનારો ઘટસ્ફોટ
Spread the love

સેલંબામાં પિતા પુત્રી પર બુકાનીધારીઓના હુમલાની ઘટનામાં પોલીસનો પત્રકાર પરિષદમાં ચોકવનારો ઘટસ્ફોટ

પોલીસને ગેરમાર્ગે દોરવા તથા કોમી વૈમન્સ ફેલાવવા તેમજ ખોટી ફરીયાદો દાખલ કરી સુલેહ શાંતી ભંગ કરવા બાબતે મહંમદ વસિમ સલીમ શેખ નદીમ અમિન શેખ વિરૂધ્ધમાં સાગબારા પોલીસ સ્ટેશનમાં એ- પાર્ટ ગુના રજીસ્ટર નં.૧૧૮૨૩૦૨૧૨૩૦૭૯૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ – ૧૦૯, ૧૫૩ (એ-૧),(એ) (બી), ૧૭૭, ૧૮૨, ૨૧૧, ૧૨૦(બી) ૩૨૪ તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ૭૫ મુજબનો ગુનો દાખલ કર્યો

પોતાના ઉપર હત્યા કરવાનો ધમકી ભર્યો ફોન અને હુમલો કરવાનો સમગ્ર ષડયંત્ર વસીમ શેખે જાતેજ રચ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું પોલીસનો દાવો

નર્મદા જિલ્લાના સેલંબા ખાતે વેપારીને ફોન ઉપર સોપારી આપી હત્યા કરવાની ધમકી અને હુમલાના મામલે પોલીસ નો ચોકાવનારો ખુલાસો

નર્મદા જિલ્લા પોલીસ વડા એ પત્રકાર પરિષદ માં સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ વિકટીમ વસીમ શેખ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામ ખાતે ગણેશ વિસર્જન ના બીજા દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય યાત્રા દરમિયાન બે કોમો વચ્ચે પરસ્પર સામ સામે પથ્થરમારો થતા સમગ્ર નગર નું વાતાવરણ તંગ બન્યું હતું, શોર્ય યાત્રામાં સામેલ કેટલાક તોફાની તત્વોએ સેલંબામાં દુકાનોમાં તોડફોડ કરી લૂંટ મચાવી અને આગજની કરી હતી, આ સમગ્ર મામલામાં નર્મદા જિલ્લા પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરી અને કોઈની પણ શેહ શરમ રાખ્યા વગરનું વર્તન અપનાવી બંને કોમોના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .આ મામલામાં આરોપીઓ ની અટકાયત પણ કરી છે. ત્યારે સેલંબા ખાતે બનેલ બનાવનો એક નવો જ વળાંક આપવાનો પ્રયાસ કરતા સેલંબાના મુસ્લિમ યુવાને એક બહુ જ મોટું ષડયંત્ર રચ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવતા ચકચાર બચી જવા પામી છે.

સેલંબા ના બનાવ ની વાત કરીએ તો તારીખ ૫ મી ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આયોજિત શોર્ય યાત્રા નીકળી હતી જે દરમિયાન સેલંબાના જમાદાર ફળિયા પાસે બે કોમો વચ્ચે નજીવો ઘર્ષણ અને બોલાચાલી થતા મામલો બિચકયો હતો અને સામસામે પથ્થરમારો થયો હતો. જેમાં કેટલાક લોકો ને ઈજા પહોંચી હતી આ મામલાને ઠાળવા માટે પોલીસે ટીઅર ગેસના સેલ પણ છોડ્યા હતા, અને મામલાને કાબુમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તોફાની તત્વો અંકુશમાં આવે એ પહેલા તેઓએ સેલંબા ના બજારમાં પહોંચી જઈ દુકાનોમાં તોડફોડ કરી દુકાનોમાં લૂંટફાટ કરી દુકાનોમાં આગ ચાંપી હતી .
આ સમગ્ર મામલામાં પોલીસે જાતે ફરિયાદી બની મુસ્લિમ સમાજના બાવીસ ઇસમો સામે નામ જોગ ફરિયાદ નોંધી હતી, જ્યારે વસીમ શેખ નામના એક વેપારી ની દુકાનમાં નુકસાન થતાં તેણે પણ પોતાની ફરિયાદ સાગબારા પોલીસ મથકમાં દાખલ કરતા પોલીસે તેની ફરિયાદના આધારે પણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર મામલામાં વસીમ શેખ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારબાદ તેને તેના મોબાઈલ ફોન ઉપર ફરિયાદ કેમ આપે છે? તારી ફરિયાદ પાછી ખેંચી લે જો નહીં ખેંચે તો તારી સોપારી આપી તારી હત્યા કરાવી નાખવાની ધમકી અપાયાની પણ વસીમ શેખે પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, પોલીસે આ મામલામાં પણ કાયદેસરની ફરિયાદ નોંધી પોતાની તપાસ હાથ ધરી હતી. બીજી એક ફરિયાદ વસીમ શેખે પોતાના ઉપર તેમજ પોતાની સાત વર્ષીય દીકરી ઉપર એ જ્યારે તા ૭ મી ના રોજ સાગબારા થી સેલંબા તરફ આવતા મોટર સાયકલને રસ્તા વચ્ચે બે અજાણ્યા ઇસમોએ બુકાની બાંધી આવી તેને લાત મારી રોડ ઉપર તેની મોટર સાયકલ ને પાડી દેતા અને તેના ઉપર રેડિયમ કટર વડે જીવલેન હુમલો કર્યો હોવાની પણ એક ફરિયાદ સાગબારા પોલીસ મથકમાં આપી હતી.

આ સમગ્ર ઘટનાક્રમમાં વસીમ ની સામે શંકા ની સોય તોળાતા પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરતા સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ વસીમ શેખ પોતે જ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવાનું આજરોજ નર્મદા જિલ્લા પોલીસ વડાએ રાજપીપળા ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ઘટસ્ફોટ કરતા વસીમે પોતે જ પોતાના સાથી સાથે મળી તેના પર ધાક ધમકી આપવાનો તેની સોપારી આપી હત્યા કરાવવાનો ખોટો ફોન કરાવ્યો તેમજ એની દીકરી સાથે આવતા પોતે જ જાતે જ રેડિયમ કટર બ્લેડ થી પોતાના શરીર ઉપર ઘા કર્યા અને પોતાની દીકરીને પણ ઇજાગ્રસ્ત કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે સમગ્ર પ્રકરણની ઘટનના બનાવમાં પોલીસે આ બન્ને ઈસમો સામે પોલીસને ગેરમાર્ગે દોરવા તથા કોમી વૈમન્સ ફેલાવવા તેમજ ખોટી ફરીયાદો દાખલ કરી સુલેહ શાંતી ભંગ કરવા બાબતે (૧)મહંમદ વસિમ સલીમ શેખ ઉ.વ.૩૩ ધંધો વેપાર રહે સેલંબા જમાદાર ફળીયુ, તા.સાગબારા, જી.નર્મદા મુળ રહે.મલકવાડા શાહદો તા.અક્લકુવા (ર) નદીમ અમિન શેખ હાલ રહે.મકાન નંબર-૪૭, ગેટ નંબર-૬ મલવની મલાડ મુંબઇ ( વેસ્ટ) મુળ રહે અમીન રેડીયો સર્વીશ મલકવાડા, શહાદા અકલકુવા રોડ,તલોદા, જીલ્લો નંદુરબાર(એમ.એચ) વિરૂધ્ધમાં સાગબારા પોલીસ સ્ટેશનમાં એ- પાર્ટ ગુના રજીસ્ટર નં.૧૧૮૨૩૦૨૧૨૩૦૭૯૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ – ૧૦૯, ૧૫૩ (એ-૧),(એ) (બી), ૧૭૭, ૧૮૨, ૨૧૧, ૧૨૦(બી) ૩૨૪ તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ૭૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ હાલ તો આ સમગ્ર બનાવ મામલે ગંભીરતા થી લઈને સમગ્ર બનાવ ની તલસ્પર્શી તપાસ કરી રહી છે. અને આ બનાવમાં વસીમ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશા તરફ પણ તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની તપાસ કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે

રિપોર્ટ -વિપુલ ડાંગી, રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!