કાલા ધોડા સર્કલના માર્ગ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

કાલા ધોડા સર્કલના માર્ગ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
નાંદોદ ધારાસભ્ય દર્શના દેશમુખ પાલિકા પ્રમુખ ધર્મિષ્ટા પટેલ જાતે માર્ગ પર ઝાડું ફેરવી સફાઈ કરી અભિયાનમાં જોડાયાં
નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરના કાલા ઘોડા સર્કલ માર્ગ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાન માં નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને પાલિકા પ્રમુખ ધર્મિષ્ટાબેન પટેલ સહિતના મહાનુભાવો આ અભિયાનમાં જોડાયાં હતા સરકાર ના ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન ના કાર્યક્રમ હેઠળ રાત્રી દરમિયાન સર્કલ પરના માર્ગ પર નો કચરાની સાફ સફાઈ કામગીરીમાં ધારાસભ્ય સહિત પાલિકા પ્રમુખ જાતે જોડાયને માર્ગ પરનો કચરો દૂર કરવા ઝાડું મારી કચરો દુર કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયાં ને સ્વચ્છતા હી સેવાને વેગવાન બનાવવા એક શુભ સંદેશો પાઠવ્યો હતો
કાલા ઘોડા સર્કલના માર્ગ પર ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિત માં એક સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ યોજાયો હતો રાત્રી દરમિયાન યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન ના કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ,પાલિકા પ્રમુખ ધર્મિષ્ટાબેન પટેલ, આરએસએસ ના રવિ દેશમુખ,કમલેશ પટેલ સહિતના લોકો જોડાયા હતા
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300